BREAKING NEWS

જામનગરના દરેક વોર્ડમાં યોજાશે સેવાસેતુ કાર્યક્રમ

  • September 24, 2026 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના દરેક વોર્ડમાં યોજાશે સેવાસેતુ કાર્યક્રમ


જામનગર શહેરના નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ તથા સરકારી સેવાઓનો લાભ એક જ સ્થળેથી મળી રહે તેવા હેતુથી જામનગર મહાનગરપાલિકા દ્વારા બે દિવસીય વોર્ડવાર સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વિકસિત ભારત-૨૦૪૭ના લક્ષ્યાંકોને સાકાર કરવાના અભિગમ સાથે યોજાનારા આ કાર્યક્રમમાં વિવિધ સરકારી વિભાગોની સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આવતીકાલે તા. ૨૫ સપ્ટેમ્બરે વોર્ડ નં. ૫થી ૮ માટે મેહુલ સિનેમાની સામે આવેલા સિવિક સેન્ટર ખાતે તથા વોર્ડ નં. ૧૩થી ૧૬ માટે સરદાર પટેલ અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે.

તા. ૨૬ સપ્ટેમ્બરે વોર્ડ નં. ૯થી ૧૨ માટે એમ.પી. શાહ મ્યુનિસિપલ ટાઉનહોલ ખાતે તથા વોર્ડ નં. ૧થી ૪ માટે વિશ્વકર્મા વાડી ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. ચારેય સ્થળે કાર્યક્રમનો સમય સવારે ૯થી સાંજે ૫ વાગ્યા સુધીનો રહેશે.

સેવાસેતુ કાર્યક્રમમાં આધારકાર્ડ, સમાજકલ્યાણ વિભાગ, મામલતદાર કચેરી, પુરવઠા વિભાગ, એસટી મુસાફરી, પીજીવીસીએલ, જનધન યોજના, પીએમ સ્વનિધિ યોજના તથા ઇન્ડિયા પોસ્ટને લગતી સેવાઓનો લાભ મળશે. આ ઉપરાંત મિલકતવેરો, વ્યવસાયવેરો અને દુકાનના લાયસન્સને લગતી સેવાઓ પણ ઉપલબ્ધ રહેશે.

આયુષ્માન ભારત, આયુષ્માન વયવંદના, નમોશ્રી તથા પીએમજેએવાય યોજના, જન્મ-મરણના દાખલા, લગ્ન નોંધણી પ્રમાણપત્ર અને એપ્રેન્ટિસ યોજનાની અરજી સ્વીકારવા સહિતની સેવાઓ પણ સ્થળ પર પૂરી પાડવામાં આવશે.
​​​​​​​

૩થી ૬ વર્ષના બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગેની નોંધણી, દિવ્યાંગતા પ્રમાણપત્ર, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, કાનૂની સેવા, પીએમ ઈ-બસ તથા સિટી ટ્રાન્સપોર્ટ સેવાના માસિક પાસ, વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા યોજના અને સખી વન સ્ટોપ સેન્ટર સહિતની વિવિધ સેવાઓનો લાભ પણ નાગરિકોને મળશે. જામનગર મહાનગરપાલિકાએ શહેરના નાગરિકોને પોતાના વોર્ડને લાગુ પડતા દિવસે સંબંધિત સ્થળે ઉપસ્થિત રહી વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ લેવા અપીલ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application