BREAKING NEWS

દ્વારકાના​​​​​​​ ઓખામંડળ તાલુકાના નાના ભાવડા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

  • September 29, 2026 04:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  ↵

દેવભૂમિ દ્વારકા: સેવા સંકલ્પ અભિયાન

દ્વારકાના​​​​​​​ ઓખામંડળ તાલુકાના નાના ભાવડા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો


સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત નાગરિકોને પોતાના ઘર આંગણે જ સરકારની વિવિધ યોજનાઓ લાભ પ્રાપ્ત થાય તે હેતુથી સેવા સેતુનો કાર્યક્રમ યોજવામાં આવે છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ (દ્વારકા) તાલુકાના નાના ભાવડા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભ વિતરિત કરાયા હતા. 

આ સેવા સેતુ કાર્યક્રમનું મોટા ભાવડા, નાના ભાવડા, કોરાડા અને ટુંપણી ગામોના નાગરિકોએ સરકારની વિવિધ યોજનાઓ લાભ મેળવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન નાગરિકોની વ્યક્તિગત રજૂઆતો તથા વિવિધ સરકારી સેવાઓ સંબંધિત અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News