ભારતમાં મત નહીં બચે તો દેશ પણ નહીં બચે, વોટ બચાવવો ખૂબ જ જરૂરી: કોંગ્રેસ
જામનગર આવેલા કોંગીના મઘ્યપ્રદેશના પૂર્વ મંત્રીના વોટ ચોરી મુદે આકરા પ્રહારો
વોટ બચાવો દેશ બચાવો એ ફકત કોંગ્રેસનો નહીં સમગ્ર દેશવાસીઓનો મુદો છે
જામનગર આવેલા કોંગીના મઘ્યપ્રદેશના પૂર્વ મહીલા મંત્રીએ ભારતમાં મત નહીં બચે તો દેશ પણ નહીં બચે, વોટ બચાવવો ખૂબ જ જરૂરી છે તેમ જણાવી વોટચોરી પર આકારા પ્રહારો કર્યા હતાં. વોટ બચાવો દેશ બચાવો એ ફકત કોંગ્રેસનો નહીં સમગ્ર દેશવાસીઓનો મુદો હોવાનું તેણીએ ઉમેર્યું હતું.
કોંગ્રેસ દ્વારા વોટ બચાવો દેશ બચાવો અભિયાન ચલાવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત રવિવારે કોંગીના મઘ્યપ્રદેશના પૂર્વ મંત્રી ડો.વિજયા લક્ષ્મી સાઢો જામનગરની મુલાકાતે આવ્યા હતાં. આ તકે સર્કીટ હાઉસમાં પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં તેણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને ઇન્ડીયા એલાઇન્સ દ્વારા દેશભરમાં વોટ બચાવો દેશ બચાવો અભિયાન ચાલી રહ્યું છે. આ ફકત કોંગ્રેસનો મુદો નથી, સમગ્ર જનમાનસનો મુદો છેે. કોંગીના નેતા રાહુલ ગાંધી છેલ્લાં ઘણા દિવસોથી નિર્વાચન આયોગ પર સવાલો ઉઠાવી પ્રમાણીક બાબતો દેશવાસીઓની સામે રજૂ કરી રહ્યા છે.આજે વોટ બચાવો જરૂરી છે. કારણ કે, વોટ નહીં બચે તો લોકોના અધિકારોનું હનન થશે. વોટ એ લોકોને બંધારણમાં આપવામાં આવેલો મૂળભૂત અધિકાર છે. આથી જો વોટ નહીં બચે તો દેશ પણ નહીં બચે. આથી આજના સમયમાં વોટ બચાવવો ખૂબજ જરી છે અને આથી લોકો તથા યુવાઓએ આ બાબતે સચેત રહેવાની જર છે.
કારણ કે, આજે દેશમાં સંસ્થાઓ ખતમ થઇ રહી છે તો લોકતંત્રની હત્યા કરવામાં આવી રહી છે જે સૌથી વધુ નીંદનીય છે તેમ જણાવી તેણીએ વોટચોરી પર આકરા પ્રહારો કર્યા હતાં. પત્રકાર પરિષદમાં કોંગીના પૂર્વ સાંસદ વિક્રમ માડમ, પૂર્વ મંત્રી ડો.દીનેશ પરમાર, પ્રદેશ કોંગી અગ્રણી પ્રગતિબેન આહીર, નયનાબા જાડેજા, પ્રદેશ મહામંત્રી બીપેન્દ્વસિંહ જાડેજા, શહેર કોંગી પ્રમુખ દીગુભા જાડેજા તથા કોંગીના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application