જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અંબિકા ગરબી મંડળમાં શસ્ત્ર પૂજન...
જામનગરના ભોંયવાડા વિસ્તારમાં આવેલ અંબિકા ગરબી મંડળ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શસ્ત્ર પૂજન નું આયોજન કરવામાં આવ્યું હતું નવરાત્રી દરમિયાન માઁ નવદુર્ગાની આરાધના દરમ્યાન ખાસ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.
આ શસ્ત્ર પૂજન માટે સ્વામી નારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી શ્રી ચતુર્ભુજ સ્વામીજી, શ્રી 5 નવતનપુરીધામ ખીજડા મંદિરના મહંત 108શ્રી લક્ષ્મણદેવજી મહારાજ, વિશ્વ હિન્દુ પરિષદના જામનગર વિભાગ મંત્રી રમેશભાઈ તારપરા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ધીરુભાઈ કણસાગરા, સેવા ભરતીના ભાણજીભાઈ પાંભર, જામનગરના અધ્યક્ષ વિજયભાઈ બાબરિયા, ઉપાધ્યક્ષ હેમંતસિંહ જાડેજા, મંત્રી રસિકભાઈ અમરેલીયા, સહમંત્રી વિજયભાઈ વોરા, સેવા વિભાગના પ્રમુખ કિંજલભાઈ કારસરીયા, સૌરાષ્ટ્ર પ્રાંત વિધિ પ્રકોષ્ટના ધર્મેશભાઈ ગોંડલીયા, બજરંગદળ સહ સંયોજક મિહિર ચીખલિયા, મહિલા વિભાગ માતૃશક્તિના સૌરાષ્ટ્ર પ્રાંત ટોળી સદસ્ય હીનાબેન અગ્રાવત, દુર્ગાવાહીની પ્રાંત ટોળીના કૃપાબેન લાલ, જામનગર માતૃશકિતના સાયોજિકા વર્ષાબેન નંદા, સહ સંયોજીકા ભાવનાબેન ગઢવી, સત્સંગ પ્રમુખ પ્રફુલ્લાબેન અગ્રાવત સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને શસ્ત્ર પૂજન કર્યું હતું.