ખંભાળિયા: પીંડારા ગામમાં ઘેટા ચોરીના આરોપીઓ ગણતરીની કલાકોમાં પકડાયા
રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક નિર્લીપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા સાહેબ નાઓએ ચોરીના તેમજ મિલ્કત સબંધી અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા અંગે આપવામાં આવેલ માર્ગદર્શન અને સુચના અનુસંધાને કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. આર.એન.હાથલીયાની રાહબરી હેઠળ પો.સ.ઇ. કે.પી.ઝાલાનાઓ ભાટીયા આઉટ પોસ્ટના સ્ટાફ સાથે જરૂરી વર્કઆઉટ હતા.
પેટ્રોલીંગ દરમ્યાન પો.સબ ઈન્સ. કે.પી.ઝાલા તથા એ.એસ.આઈ. કરશનભાઇ ગોગનભાઇ ચેતરીયા નાઓને સયુંકત રાહે મળેલ બાતમી હકીકત મુજબ, પીંડારા ગામે ફરીયાદીના બંધ વાળામાંથી ત્રણ ઘેટા ચોરી કરનાર દ્વારકા તાલુકાના મુળવેલ ગામના નીચે જણાવેલ ત્રણ ઇસમોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી.
પકડાયેલ આરોપીઓમાં દેવીસંગ ઘુંઘાભા જગતીયા જાતે-હિ.વાઘેર ઉ.વ.૨૭ , રાજેશભા ભીખાભા સુમણીયા જાતે-હિ.વાઘેર ઉ.વ.૨૮, રાજેશભા ગાભાભા માણેક જાતે-હિ.વઘેર ઉ.વ.૨૮ ધંધો-ખેતીકામ રહે-મુળવેલ ગામ દ્વારકાનો સમાવેશ થાય છે. મળેલ મુદામાલમાં મોટરસાયકલ રજી.નં-જી.જે.૩૭-પી-૫૯૪૬ વાળી કિ.૫૫,૦૦૦ કબ્જે કરી હતી.