BREAKING NEWS

જામનગર : જાંબુડા પાસે કારમાં શોર્ટ સર્કિટથી આગ લાગતાં દોડધામ

  • November 13, 2025 06:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર જાંબુડા ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહેલી જીજે ૧૦ ડી.ઇ. ૯૩૬૭ નંબરની કાર, કે જેમાં એકાએક આગળના ભાગે વાયરિંગમાં શોર્ટ સર્કિટ થયો હતો અને આગ લાગી ગઈ હતી.


ચાલુ કારમાં ગઈકાલે મોડી સાંજે આગ લાગવાથી તેઓએ કારમાંથી ચાલક છલાંગ લગાવી નીચે ઉતરી જતાં તેઓનો બચાવ થયો હતો. જામનગર મહાનગરપાલિકાની ફાયરબ્રિગેડ શાખાને જાણ કરી હતી, આથી ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લીધી હતી.

​​​​​​​પરંતુ તે પહેલાં આગમાં સંપૂર્ણ  ભસ્મીભુત થઈ ગઈ હતી.  હાઈવે રોડ પર ચાલુ કારમાં આગ લાવવાના કારણે ભારે  અફડાતફડીનો માહોલ સર્જાયો હતો, અને એક તબક્કે અન્ય વાહન ચાલકો એક તરફ થંભી ગયા હતા. જોકે ફાયર વિભાગની ટુકડી આવી ગયા બાદ આગ કાબુમાં આવી ગઇ હતી, વાહન વ્યવહાર પૂર્વવત બન્યો હતો. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application