દિ.પ્લોટ ૬૦માં દારૂ અને રીક્ષા સાથે બે ઝપટે ચડયા: કિશાન ચોકમાં બિનવારસુ કારમાંથી નાની મોટી બોટલો મળી: ગોકુલનગર વિસ્તારમાં ઈંગ્લીશ દારૂ સાથે એક ગીરફતાર: નહેરુનગરમાં દરોડો: ચારની સંડોવણી ખુલી: ચાર પકડાયા
જામનગર શહેરમાં અલગ અલગ સ્થળોએ વિદેશી દારૂ અંગે દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં દિ.પ્લોટ ૬૦માં રીક્ષામાં બોટલો લઇને નીકળેલા બે ઝપટે ચડયા હતા કિશાનચોકમાં બિનવારસુ કારમાંથી નાની મોટી બોટલો મળી આવી હતી, નહેરુનગમાં દરોડો પાડવમાં આવ્યો હતો અને ગોકુલનગર-શિવનગર વિસ્તારમાં પોલીસે દરોડો પાડી રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે કુલ ૫૫ બોટલ, જેની કિંમત ૧૮,૧૬૦ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે, કબજે કરી એક શખ્સની ધરપકડ કરી હતી.
જામનગરના દિ.પ્લોટ-૬૦ વિસ્તારમાં સીટી-એ ડીવીઝન પોલીસે દરોડો પાડીને ઓટો રીક્ષામાંથી દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને પકડી લીધા હતા જેમાં દિ.પ્લોટ-૬૦માં રહેતા કેતન ઉર્ફે ગોપી અમુ ગજરા અને શંકરટેકરી નહેરુનગરમાં રહેતા મેહુલ ગોવિંદ રાઠોડ તેની પાસે શરાબની ૬૦ બોટલ અને રીક્ષા નં. જીજે૧૦ટીઝેડ-૫૭૮૭ અને એક મોબાઇલ મળી કુલ ૧.૮૨.૩૮૧નો મુદામાલ કબ્જે કર્યો હતો.
આ ઉપરાંત સીટી-એ ડીવીઝન પીઆઇ ડોડીયાની સુચનાથી સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે શહેરના કિશાન ચોક નજીક કબીર આશ્રમ પાસે જાહેરમાં સેન્ટ્રો કાર બિનવારસુ હાલતમાં પડેલ હોય જેથી બાતમીના આધારે તલાશી લેતા નંબર વીનાની સેન્ટ્રો કારમાંથી શરાબની ૫૦ બોટલ, ૮૭ ચપટા મળી આવ્યા હતા કુલ ૧.૮૫.૮૮૪નો મુદામાલ કબ્જે કરી ફરીયાદ દાખલ કરી કારવાળાની શોધખોળ આદરી હતી.
બીજા દરોડામાં શહેરના સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના સ્ટાફને ગોકુલનગર-શિવનગર વિસ્તારમાં ટાંચણીના કારખાનાની બાજુમાં રહેતા અરજણ ઉર્ફે લાલો ભુરી એભાભાઈ ભારવાડીયા (ઉ.વ.૨૬) પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે અંગ્રેજી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી.
બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી બપોરે ૧૨ વાગ્યે મકાનમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન મકાનમાંથી કુલ ૫૫ બોટલ મળી ૧૮,૧૬૦નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. પૂછપરછમાં આ દારૂનો જથ્થો નાઘેડી વિસ્તારમાં રહેતો આશીફ આપી ગયેલો હોવાનું જણાવાયું હતું.
આ અંગે અરજણ ઉર્ફે લાલો ભુરી એભાભાઈ ભારવાડીયા તથા દારૂનો જથ્થો આપનાર આશીફ સામે પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ ઉપરાંત શંકરટેકરી નવી નિશાળ પાસે રહેતા નાજીર ઉર્ફે નાજલો નુરમામદ ઘોઘા નામનો શખ્સ દારૂની હેરાફેરી કરે છે એવી બાતમીના આધારે એલસીબીની ટુકડીએ આરોપીના વંડા ખાતે દરોડો પાડયો હતો જયાં શરાબની ૩૦ બોટલ મળી આવી હતી જયારે આરોપી હાજર મળી આવ્યો ન હતો. સુભાષ શાક માર્કેટ નજીક ભોયવાડા રોડ પરથી શરાબના બે ચપલા લઇને નીકળેલા ખોજા ગેઇટ ટીટોડી વાડીમાં રહેતા આદીલ હશન સરગઠને પકડી લીધો હતો ચપલા આપનાર ભોયવાડાના અમિત રમેશ ચુડાસમાનુ નામ ખુલ્યુ હતું.