BREAKING NEWS

ખંભાળિયામાં સલાયા ફાટકના વૈકલ્પિક રસ્તાના પ્રશ્ર્નનું નિરાકરણ

  • May 04, 2026 01:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયામાં સલાયા ફાટકના વૈકલ્પિક રસ્તાના પ્રશ્ર્નનું નિરાકરણ : નવનિયુક્ત સદસ્યોની કામગીરી


ખંભાળિયા શહેરમાં સલાયા તરફથી પ્રવેશવાના માર્ગ પર આવેલા ફાટકને હાલ બંધ કરી અને અંડર બ્રિજની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ માર્ગ પરથી પસાર થતા વાહન તાલુકો તેમજ નગરજનોને ખૂબ જ હાલાકી થતી હોય, વૈકલ્પિક રસ્તાને સુવ્યવસ્થિત બનાવવાની વ્યાપક માંગ ઉઠવા પામી હતી.


વોર્ડ નંબર ૧ માં આવતા આ સલાયા ચાર રસ્તા ફાટકનો ડાયવર્ઝન કરતા રસ્તાના પ્રશ્ને આ વિસ્તારના રહીશોએ વોર્ડ નં. ૧ ના ચૂંટાયેલા સભ્યોને જાણ કરતા તાત્કાલિક ધોરણે નગરપાલિકાના જે.સી.બી. ની મદદથી આ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવ્યું છે. માટે સદસ્યા દક્ષાબેન વારીયાના પ્રતિનિધિ મિલનભાઈ લખુભાઈ ચાવડા તેમજ મધુબેન નકુમ, વિગેરેએ સાથે મળીને તાકીદની અસરથી આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application