‘જામ્યુકો‘ના શાસક પક્ષના અમુક કોર્પોરેટરો માનદ્દ વેતન વધારવા મુખ્યમંત્રીને રજૂઆત કરશે
જામનગર મહાનગરપાલિકાના ભાજપના કેટલાક કોર્પોરેટરો દ્વારા પોતાને મળતા માનદ્ વેતન-ભથ્થામાં વધારો કરવાની માંગણી ઉઠાવવામાં આવી છે. આ અંગે આગામી દિવસોમાં રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવાની તૈયારીઓ ચાલી રહી છે.
હાલ જામનગર મહાનગરપાલિકાના કોર્પોરેટરોને પ્રતિ માસ આશરે૧૦,૦૦૦ માનદ્ વેતન-ભથ્થું આપવામાં આવે છે. જોકે, છેલ્લા આશરે આઠ વર્ષથી આ રકમમાં વધારો થયો ન હોવાનું જણાવી કોર્પોરેટરો દ્વારા તેમાં વધારો કરવાની માંગણી કરવામાં આવી રહી છે. ભાજપના એક કોર્પોરેટરના જણાવ્યા મુજબ, મહિને ૮થી ૯ હજાર તો માત્ર બાઈકના પેટ્રોલ પાછળ જ ખર્ચાઈ જાય છે. આ ઉપરાંત કોર્પોરેટર તરીકેના જાહેર કામો દરમિયાન અન્ય ખર્ચાઓ પણ થતા રહે છે. તમામ કોર્પોરેટરો આર્થિક રીતે સદ્ધર હોય તેવું પણ નથી. તેથી હાલનું માનદ્ વેતન ખૂબ જ ઓછું છે. આ મુદ્દે શાસકપક્ષના કેટલાક કોર્પોરેટરો એકત્ર થઈ આગામી દિવસોમાં મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરીને માનદ્ વેતનમાં યોગ્ય વધારો કરવાની માંગણી કરશે. આ રજૂઆતમાં અનેક કોર્પોરેટરો જોડાય તેવી શક્યતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application