BREAKING NEWS

દેવભુમી દ્વારકા : આરંભડા વિસ્તારમાં દોઢ લાખના માલ-સામાનની ચોરીમાં બે તસ્કરની અટકાયત

  • November 17, 2025 05:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેવભુમી દ્વારકા જીલ્લાના મીઠાપુર પોલીસ સ્ટેશનના આરંભડા વિસ્તારમા આવેલ એલએન્ડટી કંપનીના સ્ટોર રૂમમાથી ચોરીમાં ગયેલ કુલ ૧૪૮,૪૪૦ના મુદામાલ સાથે આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી લીધા છે. 


મીઠાપુર પો.સ્ટેશન ખાતે ફરીયાદીના કંપનીના સ્ટોર રૂમમાથી કોપરની પ્લેટો નંગ-૧૩ જેની આશરે કિ.રૂ-૧,૧૭,૦૦૦/- તથા નં(૨) લોખંડનો રાઉન્ડ પાઇપ નંગ-૦૬ જેની આશરે કિ.રૂ-૩૦૦૦/- તથા નં(૩) એમ.એસ. ચેનલ લોક નંગ-૦૧ જેની આશરે કિ.રૂ.૧૦,૦૦૦/- નં(૪) લોખંડના સળીયા આશરે ૩૫૦ કિ.ગ્રા. જેની આશરે કિ.રૂ-૧૦,૫૦૦/-એમ મળી કિ.રૂ.૧,૪૦,૫૦૦/- કોઈ અજાણ્યા ઇસમે/ઇસમો ચોરી કરી લઈ ગયેલની ફરીયાદ જાહેર થયેલ હતી.


જે અનડિટેક્ટ ગુનો શોધી કાઢવા દ્વારકા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા તથા સાગર રાઠોડ દ્વારકા વિભાગ,દ્વારકાવનાઓએ સૂચના આપેલ હોય જે અનુસંધાને મીઠાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર ડી.એન.વાંઝાનાઓના સીધા માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત અનડિટેક્ટ ચોરીના ગુનાને શોધી કાઢવા સારું મીઠાપુર પોલીસની અલગ અલગ ટીમો બનાવી ગુનો શોધી કાઢવા સારું પ્રયત્નશીલ હતા જે દરમિયાન સર્વેલન્સ સ્ટાફ દ્વારા હ્યૂમન સોર્સિસથી તપાસ કરતા પો.હેડ.કોન્સ મહિરાજદાન મનહરદાન ગઢવી તથા પો.કોન્સ જયપાલસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા તથા રાજદીપસિંહ હરદેવસિંહ ઝાલા નાઓને સયુંકતમાં ચોક્કસ મળેલ હકિકત આધારે આરોપી સામળાસર ગામના ધીરાભા મીયાભા માણેક અને આરંભડા ગામના મુકેશ ભના ઉગરીજાને પકડી લીધા હતા. 
​​​​​​​

ચોરી કરેલ માલ સામાન જેમા કોપરની ૩૩ પ્લેટ, ૬ રાઉન્ડ પાઇપ, ચેનલ લોક, ૩૫૦ કીલો સળીયા, ૩ હથોડી, ૧૦ છીણી, પકકડ, આરી, બે મોબાઇલ મળી કુલ કિ.૧,૪૮,૪૮૦ ના મુદામાલ કબ્જે કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application