BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા: શિવાગામ પાસે ફિલ્મી ઢબે કાર રોકી દેશી દારૂના જંગી જથ્થા સાથે એક પકડાયો

  • August 12, 2026 12:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા: શિવાગામ પાસે ફિલ્મી ઢબે કાર રોકી દેશી દારૂના જંગી જથ્થા સાથે એક પકડાયો

દારૂ, કાર સહિત ૬.૬૫ લાખનો મુદામાાલ કબ્જે લેતી ભાણવડ પોલીસ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા અંગે આપાયેલી સૂચના અનુસાર ચલાવવામાં આવી રહેલી સ્પેશિયલ ડ્રાઇવ હેઠળ ભાણવડ પોલીસે મોટી સફળતા મેળવી છે. ભાણવડ પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.કે. કોઠીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા.
​​​​​​​
તે દરમિયાન એ.એસ.આઈ. કિશોરસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ નારણભાઈ બેલા, પોલીસ કોન્સ્ટેબલ યોગરાજસિંહ ઝાલા તથા લાલાભાઈ ખાટલીયાને મળેલ સંયુક્ત બાતમીના આધારે શિવાગામની ગૌશાળા પાસે જાહેર રોડ પર કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે એક્સયુવી ૫૦૦ ફોર વ્હીલર (રજી. નં. જીજે-૩૭-બી-૦૪૯૨) ને ફિલ્મી ઢબે આડાશ મૂકીને રોકી તેની તલાશી લેતા તેમાંથી ૮૦૦ લીટર દેશી પીવાનો દારૂ (કિંમત રૂ. ૧,૬૦,૦૦૦/-) મળી આવ્યો હતો. પોલીસે દારૂના જથ્થા, હેરાફેરીમાં વપરાયેલી કાર અને મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૬,૬૫,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.આ મામલે પોલીસે દારૂ સપ્લાય કરનાર કનુભાઈ રામાભાઈ ચાવડા (ઉં.વ. ૩૩, રહે. ટીંબડી ગામ ફિલ્ટર નેશ, તા. ભાણવડ) ની સ્થળ પરથી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે જથ્થો મોકલનાર શકુરભાઈ બધાભાઈ ચાવડા (રહે. ટીંબડી ગામ ફિલ્ટર નેશ) અને જથ્થો મંગાવનાર હરદાન ઉર્ફે લાલો દેસરભાઈ ગુજરીયા (રહે. પીપળી ગામ, તા. લાલપુર, જી. જામનગર) હાજર મળી આવ્યા ન હોવાથી તેમને ફરાર દર્શાવી આગળની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ જીતુભાઈ જામ ચલાવી રહ્યા છે. આ કામગીરીમાં ભાણવડ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ ના સભ્યો જોડાયા હતા.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application