BREAKING NEWS

જામનગર જિ.પં.ના એક સદસ્યના પુત્રએ કારની લાલચ આપી નાણાં પડાવ્યાની વાત તદન ખોટી

  • December 08, 2025 01:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગર જિલ્લા પંચાયતના એક સદસ્યના પુત્રએ સસ્તામાં કાર અપાવી દેવાની લાલચ આપી રૂ.૪૦ લાખથી વધુ પડાવ્યાની અફવાથી ચકચાર જાગી હતી. જો કે સત્ય અંગે છાનબીન કરવામાં આવતા એવી ચોંકવાનારી વાત સપાટી પર આવી છે કે, રાજકીય કાવાદાવામાં અંગત ફાયદા માટે કેટલાક હીતશત્રુઓએ આ વાત ફેલાવી હતી જેની ચોમેર ચર્ચા રહી હતી. ત્યારે આ મુદો જિલ્લા પંચાયત પરિસર, અધિકારીઓ અને પદાધિકારીઓમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. 


જામનગર જિલ્લા પંચાયતના એક સદસ્યના પુત્રએ ઓનલાઇન ગેમીંગની  લતમાં અડધા કરોડ જેટલી રકમ ગુમાવી હતી. ત્યારબાદ પણ તેને ઓનલાઇન ગેમીંગ રમવા માટે નાણાંની જરૂરિયાત હોય એક યુવાન કે જેને મોંઘી કાર લેવી હતી તેને આ પ્રકારની કાર સસ્તામાં અપાવી દેવાની લાલચ આપી રૂ.૪૦ લાખથી વધુની રકમ યુવાન પાસેથી લઇ આ નાણાં પણ ગેમીંગમાં ગુમાવી દીધા હતાં. આટલું જ નહીં ત્યારબાદ આ સદસ્યનો પુત્ર ઘેરથી કીધા વગર ચાલ્યા ગયો હતો. આથી પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તે મળી ન આવતા પોલીસને જાણ કરી હતી.


 આખરે પોલીસની મદદથી સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરતા આખરે રાજકોટથી હેમખેમ મળી આવતા પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ આ સમગ્ર પ્રકરણમાં મોંધી કાર સસ્તામાં અપાવી રૂ.૪૦ લાખથી વધુ પડાવ્યાની ચર્ચા ફકત અફવા હોવાનું અતરંગ સૂત્રોએ જણાવ્યું છે. આટલું જ નહીં આ અફવા રાજકીય કાવાદાવામાં પોતાનું અંગત હીત સાધવા માટે હીતશત્રુઓએ ફેલાવી હોવાનું પણ સરેઆમ ચર્ચાઇ રહ્યું છે. ત્યારે રાજકીય સ્પર્ધામાં તંદુરસ્ત સ્પર્ધાને બદલે  અંગત હીત સાધવા માટેના આ પ્રકારની અફવા ફેલાવવાની હીતશત્રુુઓના આ પ્રયાસોથી તરેહ-તરેહની ચર્ચા શરૂ થઇ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application