BREAKING NEWS

જામનગરના ૧૧ વોર્ડમાં ભૂર્ગભ ગટરના મજબૂતી અને વિસ્તૃતિકરણ માટે રૂ.૨.૨૧ કરોડનો ખર્ચ થશે

  • July 10, 2026 01:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના ૧૧ વોર્ડમાં ભૂર્ગભ ગટરના મજબૂતી અને વિસ્તૃતિકરણ માટે રૂ.૨.૨૧ કરોડનો ખર્ચ થશે

મનપાની સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં નાણાં પંચની ગ્રાન્ટમાંથી રૂ.૧૨૨.૭૯ કરોડના કામોને સૈંઘ્ધાતિક મંજૂરી અપાઇ 

મહાનગરપાલિકાની મુખ્ય બિલ્ડીંગમાં નવું વાયરીંગ અને પેનલ અપગ્રેડેશન માટે રૂ​​​​​​​.૮૬.૮૯ લાખ ખર્ચાશે 

જામનગરના ૧૧ વોર્ડમાં ભૂગર્ભ ગટરના મજબૂતી અને વિસ્તૃતિકરણ માટે રૂ​​​​​​​.૨.૨૧ કરોડના ખર્ચને સ્ટેન્ડીંગ કમીટીમાં બહાલી આપવામાં આવી છે. તદઉપરાંત ૧૫માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી રૂ​​​​​​​.૧૨૨.૭૯ કરોડના કામોને સૈંઘ્ધાતિંક મંજૂરી અપાઇ છે. મહાનગરપાલીકાની મુખ્ય બિલ્ડીંગમાં નવું વાયરીંગ અને પેનલ અપગ્રેડેશન  માટે રૂ​​​​​​​.૮૬.૮૯ લાખનો ખર્ચ મંજૂર કરાયો છે.

જામનગર મહાપાલીકાની સ્ટેન્ડીંગ કમીટીની બેઠક ગુરૂ​​​​​​​વારે ચેરમેન ધીરેનકુમાર મોનાણીના અઘ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં મેયર મોનીકાબેન વ્યાસ, ડે.મેયર રાકેશભાઇ ડેર,કમિશ્ર્નર દીપેશ કેડીયા, સીટી ઇજનેર ભાવેશ જાની સહીતના અધિકારીઓ અને કકમીટીના સભ્યો હાજર રહ્યા હતાં. બેઠકમાં ૧૫માં નાણાંપંચની મળેલી ટાઇડ અને અનટાઇડ ગ્રાન્ટ અન્વયે કમિશ્ર્નરની દરખાસ્ત અન્વયે રૂ​​​​​​​.૧૨૨.૭૯ કરોડના કામોને સૈંઘ્ધાતિંક મંજૂરી આપવામાં આવી હતી. તદઉપરાંત મનપાની મુખ્ય બિલ્ડીંગમાં નવું વાયરીંગ તથા પેનલ અપગ્રેડેશન વર્ક માટે રૂ​​​​​​​.૮૬.૮૯ લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો. સોલીડ વેસ્ટ શાખાના કાયમી સફાઇ કામદાર જીતેશભાઇ ભૂરાભાઇને કેન્સરની બિમારી સબબ રૂ​​​​​​​.૭૫૦૦૦ આર્થિક સહાય ચૂકવવાનું મંજૂર કરાયું હતું. મહાનગરપાલિકાની જુદી-જુદી શાખાઓમાં ટેકનીકલ અને વહીવટી કામગીરી માટે જુદી-જુદી જગ્યાઓ પર ફરજ બજાવતા કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારીઓને ૭ મહીના માટે નવી નિમણૂંક આપવાનું મંજૂર કરાયું હતું. અર્બન પ્લાનર તરીકે ફરજ બજાવતા કોન્ટ્રાકટ બેઈઝ કર્મચારીઓની નવી નિમણૂંક આપવાની દરખાસ્ત પણ મંજૂર કરાઇ હતી.સ્વર્ણિમ જંયતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટ અંતર્ગત ભૂગર્ભ ગટરના નેટવર્કના મજબૂતીકરણ અને વિસ્તૃતિકરણની કામગીરી માટે વોર્ડ નં.૯,૧૦,૧૧,૧૨માં રૂ​​​​​​​.૭૯.૧૮ લાખ, વોર્ડ નં.૧૩,૧૪ અને ૧૫માં રૂ​​​​​​​.૮૧.૪૨ લાખ અને ૬,૭ અને ૮ માં રૂ​​​​​​​.૬૧.૩૬ લાખનો ખર્ચ મંજૂર કરાયો હતો.આમ સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં જુદા જુદા કામ માટે રૂ​​​​​​​.૧૨૫.૮૭ કરોડનો ખર્ચ મંજૂર કરાયો હતો. 

સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં ટેન્ડર કમીટીના ચાર સભ્યની નિમણૂંક:
જામનગર મહાનગરપાલીકાની ગઇકાલે મળેલી સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં ટેન્ડર કમીટીના ચાર સભ્યોની નિમણૂંક કરવામાં આવી હતી. મહત્વની ટેન્ડર કમીટીમાં સભ્ય તરીકે ધવલ નાખવા, તૃપ્તીબેન ખેતિયા, સંજય મુંગરા અને જીતેશ શીંગાળાની નિમણૂંક કરવામાં આવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application