હાલારમાં હજુ બે દિવસ ભારે પવન સાથે ઝાપટા પડશે
ગઇકાલે જામનગર શહેરમાં હજુ પણ ગરમી યથાવત: તાપમાન પહોંચ્યુ ૩૮ ડીગ્રી
જામનગર સહિત સમગ્ર હાલારમાં સુર્યદેવતા કોપાયમાન થઇ રહ્યા છે, ગઇકાલ કરતા મહતમ તાપમાનમાં ૧ ડીગ્રીનો ઘટાડો થયો છે, અને તાપમાન ૩૮ ડીગ્રીએ પહોંચ્યુ છે આજ સવારથી ગરમી વધી ગઇછે હજુ બે દિવસ મહતમ તાપમાન વધુ રહેશે અને હાલારનાં કેટલાક ગામડાઓમાં ઝાપટા પડશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે.
અરબી સમુદ્ર આસપાસ વિસ્તારોમાં ધીરે ધીરે ચોમાસુ આગળ વધે છે. એટલે જામનગર, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી, સોમનાથ જેવા વિસ્તારમાં વીજળીના ભારે કડાકા ભડાકા થશે અને છૂટા છવાયા ભારે ઝાપટા પડશે. તા.૭ જૂન આસપાસ હવામાન સુકુ રહેશે, તેમ પણ હવામાન ખાતાએ જણાવ્યું છે.
કલેકટર કચેરીના કંટ્રોલમના જણાવ્યા મુજબ મહતમ તાપમાન ૩૮, લઘુતમ તાપમાન ૨૯, હવામાં ભેજ ૭૪, પવનની ગતિ ૩૦ થી ૩૫ પ્રતિ કિ.મી.ની ઝડપે જોવા મળી છે. આજ સવારથી કાલાવડ, ખંભાળીયા, લાલપુર, કલ્યાણપુર, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, દ્વારકા, ફલ્લા, જામરાવલ, ભાટીયા, સહિતના ગામોમાં પણ વાદળા સાથે તડકો છાયો જોવા મળ્યો છે. ભેજ વધુ હોવાને કારણે બફારો વઘ્યો છે.
એક તરફ વાદળો છવાયા છે. ગઇકાલે દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. ગોમતીઘાટ, સંગમ નારાયણ મંદિર, લાઇટ હાઉસ, ભડકેશ્ર્વર બીચ સહિતના વિસ્તારોમાં મોજા ઉછળ્યા હતા. આમ, વાતાવરણમાં આજ સવારથી જ આગાહી મુજબ પલટો આવ્યો છે.