BREAKING NEWS

જામનગર: નિકાવા ગામે વિદ્યાર્થીઓએ અદ્દભુત કલાકૃતિ સર્જી ગણેશ ચતુર્થીની અનોખી ઉજવણી કરી

  • September 15, 2026 12:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: નિકાવા ગામે વિદ્યાર્થીઓએ અદ્દભુત કલાકૃતિ સર્જી ગણેશ ચતુર્થીની અનોખી ઉજવણી કરી
​​​​​​​
કાલાવડ તાલુકાના નિકાવા ગામ ખાતે આવેલી કાર્તિક વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ગણેશ ચતુર્થી પર્વની અનોખી અને સર્જનાત્મક રીતે ઉજવણી કરી સૌનું ધ્યાન આકર્ષિત કર્યું છે. ગણેશોત્સવના પાવન અવસરે શાળાના ઉત્સાહી વિદ્યાર્થીઓએ પોતાની કલાત્મક સૂઝબૂઝથી ગણેશજીની એક અદ્ભુત કલાકૃતિ તૈયાર કરી હતી. વિદ્યાર્થીઓની આ વિશિષ્ટ સર્જનશીલતા જોઈને ઉપસ્થિત તમામ લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા.
​​​​​​​
વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલી આ સુંદર કલાકૃતિને સ્થાનિક લોકો અને વાલીઓએ મુક્ત કંઠે બિરદાવી હતી. પુસ્તકીય શિક્ષણની સાથે સાથે ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક ઉત્સવોના સંસ્કારોનું સિંચન કરાવીને શાળા પરિવારે સમાજ સમક્ષ એક પ્રેરણાદાયી અને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વિદ્યાર્થીઓની કલાત્મક પ્રતિભાને પ્રોત્સાહન પૂરું પાડતી આ ઉજવણી સમગ્ર પંથકમાં પ્રશંસાનો વિષય બની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application