મીઠાપુરમાં યોજાયેલી દ્વારકા તાલુકા કક્ષાની ખેલ મહાકુંભ સ્પર્ધામાં શ્રી કુરંગા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં નોંધપાત્ર પ્રદર્શન કરી શાળાનું ગૌરવ વધાર્યું હતું. સ્પર્ધામાં શાળાની વિદ્યાર્થીની માણેક રચનાએ ગોળાફેંક સ્પર્ધામાં દ્વિતીય સ્થાન, જ્યારે જોગાણી ભૂમિએ ચક્રફેંકમાં દ્વિતીય સ્થાન હાંસલ કર્યું હતું. ઉપરાંત માણેક દર્શિત તથા નારણ પૃથ્વીની બેટરી ટેસ્ટ માટે પસંદગી કરવામાં આવી છે. બંને વિદ્યાર્થીઓ હવે આગામી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં શાળાનું પ્રતિનિધિત્વ કરશે. વિદ્યાર્થીઓની આ સિદ્ધિને પગલે શાળા પરિવાર દ્વારા આનંદની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. શાળાના આચાર્યા તન્વીબેન કાસુન્દ્રા તથા સમગ્ર શિક્ષકમંડળે વિજેતા અને પસંદગી પામેલા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.