જામનગર: સોલીડ વેસ્ટ નિયમન અંગે પ્રદુષણ ઘટાડવા સુપ્રિમ કોર્ટના આદેશના પગલે ખાસ કમિટીની થતી રચના
હવે કચરાના ઢગલા, ગેરકાયદેસર ડમ્પીંગ અને પર્યાવરણને નુકશાન થશે તો નહી ચલાવી લેવાય: જામનગરમાં સ્પેશ્યલ સેલની થતી રચના
જામનગરમાં ગુલાબનગર ડમ્પીંગ કોર્ટમાં આગ લાગ્યા બાદ તેનો કરંટ ગાંધીનગર સુધી પહોંચ્યા બાદ હવે રાજયમાં કોઇ પણ સ્થળે ગેરકાયદેસર કચરા ડમ્પીંગ, પ્રદુષણ અને નિયમોના ભંગ થશે તો જીલ્લા સ્તરે કલેકટરના અઘ્યક્ષ સ્થાને એક ખાસ કમિટીની રચના કરવામાં આવશે અને કોર્ટ આદેશ મુજબ આ સ્પેશ્યલ સેલના અઘ્યક્ષ કલેકટર ઉપાઘ્યક્ષ ડી.ડી.ઓ, તેમાં કોર્પોરેશન નગરપાલિકાના ચીફ ઓફિસરો અને પ્રદુષણ નિયત્રંણ બોર્ડના પ્રાદેષિતક અધિકારી સભ્ય રહેશે.
કોર્ટના આદેશ મુજબ આ સેલ વેસ્ટ મેનેજમેન્ટ અમલીકરણ અને નિયમભંગ સામે કાર્યવાહી કરશે. બલ્કમાં વેસ્ટ જનરેટ થતો અને જાહેર સ્થળે ગંદકી ફેલાવાતી હોય તેમજ પર્યાવરણને નુકશાન પહોંચાડવામાં આવતુ હોય તો ચકાસણી કરાશે અને સમયાંતરે ગેરરીતીઓ સામે કડક પગલા લેવાશે. સુપ્રિમ કોર્ટના હુકમ મુજબ હવે ડમ્પીંગ સાઇટની વર્ચ્યુઅલ તપાસ ફરજીયાત છે અને દર ૧૫ દિવસે સરકારને રીર્પોટ કરવાનો રહેશે યાત્રાધામોમાં પણ અંબાજી, સોમનાથ અને દ્વારકામાં કચરા વ્યવસ્થાપન માટે આયોજન કરવાનું રહેશે અને અંગેની વધુ સતાઓ પણ કલેકટરને આપવામાં આવે છે. ટુંકમાં કહીએ તો હવે કચરાના ઢગલા, ગેરકાયદેસર ડમ્પીંગ અને પર્યાવરણ પ્રદુષણ કરનારાઓ સામે આકરા પગલા લેવામાં આવશે.
કોર્ટના આદેશ મુજબ દેશભરના કલેકટરોને એન્વાયરમેન્ટ પ્રોટેકશન એકટ ૧૯૮૬ મુજબ સતા આપવામાં આવી છે. જો કોઇ મોટા કચરા ઉત્પાદક નિયમનું પાલન નહી કરે તો તેમને અપાતુ પાણી અને વીજ પુરવઠો બંધ કરાશે સમયાંતરે પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ પણ તપાસ કરશે અને ગંદકી અને કચરાના ફોટા પણ જીલ્લા કલેકટરને મોકલાશે. સંસ્થાઓને સીએસઆર ફંડ દ્વારા વેસ્ટ ટુ એર્નજી પ્લાન્ટ ઉભા કરવાની દિશામાં પણ સુચનાઓ આપવામાં આવી છે. ટુંકમાં હવે મનમાની નહી ચાલે કોર્પોરશેન હોય તો દરેક વોર્ડમાં સફાઇ રેન્કીંગ થશે. આરઆરઆર સેન્ટર બનાવાશે અને શહેરોમાં કચરાનું વૈજ્ઞાનિક સંચાલન કરવામાં આવશે. આમ કચરાના પ્રશ્ર્ને હવે કોર્ટે પણ કેટલાક આકરા પગલા લેવા દિશાસુચન કર્યુ છે.