BREAKING NEWS

જામનગર નજીક ૧૫૦૦ કિલોથી વધુ સ્પેરપાર્ટસનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો

  • August 08, 2026 01:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર નજીક ૧૫૦૦ કિલોથી વધુ સ્પેરપાર્ટસનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો

ખીજડીયા બાયપાસ ચોકડી પાસે જીએસટી મોબાઇલ સ્કવોડની કાર્યવાહી

પાર્સલમાંથી બ્રાસ, એલ્યુમીનીય,સ્ટીલના પાર્ટસ નીકળ્યા: બીલ વગરનો જથ્થો છે કેમ તેની ચકાસણી

જામનગર નજીક ૧૫૦૦ કીલોથી વધુ સ્પેર પાર્ટસનો શંકાસ્પદ જથ્થો ઝડપાતા ચકચાર જાગી છે. જીએસટી મોબાઇલ સ્કવોડે ખીજડીયા બાયપાસ ચોકડી પાસે જીએસટી મોબાઇલ સ્કવોડે દરોડો પાડી આ કાર્યવાહી કરતા જે પેઢીઓના માલ છે તેના માલીકોમાં દોડધામ મચી ગઇ છે. પાર્સલની ચકાસણી દરમ્યાન બ્રાસ, એલ્યુમીનીયમ, સ્ટીલના પાર્ટસ નીકળતા બીલ વગરનો જથ્થો છે કે કેમ તેની તપાસ જીએસટી વિભાગ દ્વારા ચાલી રહી છે. તપાસના અંતે બીલ વગરનો માલ નીકળશે તે પેઢીઓ સામે નિયમ મુજબ દંડ વસૂલાત સહીતની કાર્યવાહી હાથ ધરવામાં આવશેે.

જામનગરમાં જીએસટી કૌંભાડ દીન-પ્રતિદીન ઘટવાને બદલે વધી રહ્યા છે. બીજી બાજુ છાશવારે જીએસટી ચોરીના કિસ્સા પણ પ્રકાશમાં આવી રહ્યા છે. આ સ્થિતિમાં ગુરૂવારે મોડીરાત્રીના જીએસટી મોબાઇલ સ્કવોડ ચેકીંગમાં હતી. આ દરમ્યાન રાત્રીના બે વાગ્યાની આસપાસ માલ ભરેલા વાહનને રોકી ચેકીંગ કરવામાં આવ્યું હતું.

વાહનમાં સામાન ભરેલા પાર્સલ શંકાસ્પદ જણાતા કબ્જે કરી જીએસટી કચેરીએ લાવી ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન અંદાજે ૫૦ થી વધુ પાર્સલ નીકળ્યા હતાં. આટલું જ નહીં આ પાર્સલમાં શું છે તેની ચકાસણી કરવામાં આવી હતી. આ દરમ્યાન પાર્સલમાથી બ્રાસ, સ્ટીલ અને પિતળના સ્પેરપાર્ટસ નીકળ્યા હતાં. જેનો વજન કરવામાં આવતા ૧૫૦૦ કીલોથી વધુનો જથ્થો હોવાનું ખૂલ્યું હતું. સ્પેરપાર્ટસના આ શંકાસ્પદ પાર્સલો એટલે કે તેના નિયમ મુજબના જીએસટીના બીલ છે કે કેમ તે સહીતના મુદે ચકાસણી હાથ ધરવામાં આવી છે. આથી જે પેઢીઓએ આ જથ્થો મંગાવ્યો છે તેના માલીકો અને સંચાલકોમાં દોડધામ મચી ગઇ છે. હાલમાં તો આ શંકાસ્પદ સામાનની ચકાસણી હાથ ધરવામાં આવી હોય બીલ વગરનો સામાન જણાશે તો સંબધિત પેઢીઓ સામે દંડ સહીતની જીએસટીના નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ અતરંગ સૂત્રોએ જણાવ્યું છે.જામનગરની જીએસટી મોબાઇલ સ્કવોડે બ્રાસ,એલ્યુમીનીય અને સ્ટીલનો ૧૫૦૦ કીલોથી વધુ સ્પેરપાર્ટસનો શંકાસ્પદ જથ્થો પકડી પાડતા બીલ વગરનો માલ મંગાવી જીએસટી ચોરી કરતા તત્વોમાં ફફડાટ સાથે દોડધામ મચી ગઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application