BREAKING NEWS

જામનગર શહેર જિલ્લામાં મેઘાડંબર: તાપમાન ૩૨ ડીગ્રી

  • August 06, 2026 12:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેર જિલ્લામાં મેઘાડંબર: તાપમાન ૩૨ ડીગ્રી

૮ થી ૧પ ઓગષ્ટ દરમ્યાન વરસાદનો રાઉન્ડ આવવાની આગાહી

ગત સપ્તાહે રાજયને બાનમાં લેનાર મેઘરાજા છેલ્લા પાંચેક દિવસથી આરામના મુડમાં જતા રહ્યા છે, શહેર જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી મેઘાનો ડોળ જોવા મળી રહ્યો છે. શહેર તથા જિલ્લાના ખેડુતો વરસાદની આતુરતાપુર્વક રાહ જોઇ રહ્યા છે. વાદળોની સંતાકુકડી વચ્ચે તાપમાનનો પારો ૩૨.૬ ડીગ્રીએ રહેવા પામ્યો છે. 
હવામાન ખાતાના જણાવ્યા મુજબ વધુમાં વધુ તાપમાન ૩૨.૬, ઓછામાં ઓછુ તાપમાન ૨૭.૪, હવામાં ભેજ ૮૩, પવનની ગતિ ૩૦ થી ૩૫ પ્રતિકલાક જોવા મળી છે. સામાન્ય રીતે મગફળી અને કપાસનું વાવેતર વધુ થતુ હોય છે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૨.૫૦ લાખ હેકટર જમીનમાંથી ૧.૫૮ લાખ હેકટરમાં વાવેતર થયુ હોવાનુ જાણવા મળ્યું છે તેમાં સૌથી વધુ ૧.૪૪ લાખ હેકટરમાં મગફળીનુ વાવેતર થયુ હોવાનું પણ જાણવા મળ્યું છે. 

હવામાન ખાતાની આગાહી મુજબ તા.૮થી ૧૫ ઓગસ્ટ દરમ્યાન સમગ્ર ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ આવે તેવી શકયતા દર્શાવાઇ છે. જામનગર શહેર તથા જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી શકે છે. છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટા પડવાની સંભાવના દર્શાવાઇ છે. આજથી ૧૧ ઓગસ્ટ દરમ્યાન ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી નથી. ચાલુ મોસમમાં જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ ૫૪ ટકા જેટલો વરસાદ નોંધાઇ ચુકયો છે. છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન જામનગર શહેર તથા જિલ્લામાં વરસાદ પડયો નથી. 

દ્વારકામાં અત્યાર સુધીમાં માત્ર ૧૫મી.મી. એટલે કે હાલારમાં સૌથી ઓછો વરસાદ પડયો છે. ખંભાળીયામાં ૯૦, કલ્યાણપુરમાં ૩૧, ભાણવડમાં ૭૪ મી.મી. વરસાદ પડયો છે. જામનગર જિલ્લાની વાત લઇએ તો આજ સવાર છ વાગા સુધીમાં જામનગરમાં મોસમનો કુલ વરસાદ ૧૬૭ મી.મી. જોડીયા ૨૨૫, ધ્રોલ ૨૧૩, કાલાવડ ૨૩૫, લાલપુર ૧૪૪, સૌથી વધુ જામજોધપુરમાં ૨૯૫ મી.મી. વરસાદ પડયો છે. આમ હાલારમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અન્ય જિલ્લાઓ કરતા ઓછો વરસાદ થયો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application