BREAKING NEWS

‘છોટી કાશી’ જામનગરમાં ગણેશ વિસર્જનનો દસમો દિવસ

  • September 24, 2026 10:15 AM 

‘છોટી કાશી’ જામનગરમાં ગણેશ વિસર્જનનો દસમો દિવસ

બંને વિસર્જન કુંડમાં વધુ ૯૩ મૂર્તિઓની વિદાય : દસ દિવસમાં કુલ ૩૮૬૭ ગણેશ મૂર્તિઓનું વિસર્જન

‘છોટી કાશી’ જામનગરમાં ગણેશોત્સવ અંતર્ગત આજે ગણેશ વિસર્જનનો દસમો દિવસ હતો. જામનગર મહાનગરપાલિકા દ્વારા ખંભાળિયા બાયપાસ તથા સરદાર રિવેરા ખાતે તૈયાર કરાયેલા બંને વિસર્જન કુંડમાં આજે વધુ ૯૩ ગણેશ મૂર્તિઓનું ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું.

મહાનગરપાલિકાના આંકડા મુજબ આજે ખંભાળિયા બાયપાસ વિસર્જન કુંડમાં ૫૨ તથા સરદાર રિવેરા કુંડમાં ૪૧ મળી કુલ ૯૩ મૂર્તિઓનું વિસર્જન થયું હતું. આ સાથે દસ દિવસમાં ખંભાળિયા બાયપાસ કુંડમાં કુલ ૨૯૭૭ અને સરદાર રિવેરા કુંડમાં ૮૯૦ મળી બંને કુંડમાં કુલ ૩૮૬૭ ગણેશ મૂર્તિઓનું વિસર્જન થયું છે.
​​​​​​
​​​​​​​બંને કુંડ ખાતે ગણેશ ભક્તો દ્વારા ‘ગણપતિ બાપા મોરિયા’ના જયઘોષ સાથે પોતાના આરાધ્ય દેવને શ્રદ્ધાપૂર્વક વિદાય આપવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application