*બ્રહ્મ સમાજ નાં ગંગાસ્વરુપ બહેનો અને નબળા પરીવાર ને અન્નપુર્ણા જોળી અર્પણ કરાઇ*
*બ્રહ્મ સમાજ નાં ગંગાસ્વરુપ બહેનો અને નબળા પરીવાર ને અન્નપુર્ણા જોળી અર્પણ કરાઇ*
August 22, 2026 10:20 AM
ગત તા. ૧૨.૮.૨૦૨૬ ને દર્શ હરિયાળી પવિત્ર અમાસ ના દિવસે શ્રી બ્રહ્મ સેવા ટ્રસ્ટ ગોંડલ દ્વારા ગોંડલ શહેર માં વસતા ગંગા સ્વરૂપ બહેનો અને આર્થિક રીતે નબળી પરીસ્થિતિ વાળા બ્રહ્મ પરિવારો ને દાતાશ્રી ઓનાં સહયોગ થકી અન્નપૂર્ણા ઝોળી (રાશન કીટ) અર્પણ કરવામાં આવી હતી જેમાં અલખ હનુમાનજી પરિવાર તથા ગૌ સેવકો દ્વારા ૧૧ કિટ વિક્રમભાઇ બાંભવા દ્વારા ૧૧ કીટ ગુરુદેવ હરિચરણ દાસજી બાપુ ના શિષ્યગણ બીનાબેન એમ ઠકકર દ્વારા પાંચ કીટ અને સ્વ. બહાદુરસિંહ રામસિંહ ચુડાસમા ના આત્મા ના કલ્યાણ અર્થે પાંચ કીટ તેમજ બીજા ઘણા દાતા ઓનો સહયોગ મળેલ હતો સાથોસાથ મોવૈયા વાળા આશિષભાઈ રાવલ ના જન્મદિવસ નિમિતે બધા બ્રહ્મ પરિવારો ને પૌહા અને કનૈયા મમરા વાળા મારકણા પરિવાર અને સ્વ.મુકુંદભાઈ મણિભાઈ પંડ્યા ના આત્મા ના કલ્યાણ અર્થે ધર્મેશભાઈ પંડ્યા દ્વારા મમરા ના પેકેટ બધા બ્રહ્મ પરિવારો ને આપ્યા હતા.આ પ્રસંગે બ્રહ્મ સેવા ટ્રસ્ટ ગોંડલ ના મહેશભાઈ પંડ્યા.અજયભાઈ રાવલ. કિશોરભાઈ પંડ્યા.રજનીભાઈ પંડ્યા (ગણેશ. ટ્રાન્સપોર્ટ). યશવંતભાઈ રાવલ.શ્રી કેશવ ક્રેડિટ સોસાયટી ના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ પંડ્યા.રજનીભાઈ. પંડ્યા.મનોજભાઈ જોશી.દિપેન્દ્રભાઈ ઠાકર.વગેરે બ્રહ્મ આગેવાનો હાજર રહ્યાં હતાં અને સમાજ સેવા ની પ્રવૃતિ ની સૌ બ્રહ્મ આગેવાનો એ ખૂબ વખાણી હતી