ભારતની સ્ટાર મેન્સ બેડમિન્ટન ડબલ્સ જોડી સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ પેરિસ ઓલિમ્પિક્સ પહેલા થાઈલેન્ડ ઓપન સુપર 500 બેડમિન્ટન મેન્સ ડબલ્સ ટાઇટલ જીત્યું છે. સાત્વિક અને ચિરાગની જોડીએ ચીનના લિયુ યી અને ચેન બો યાંગને હરાવીને થાઈલેન્ડ ઓપનનો ખિતાબ જીત્યો હતો. આ ટૂર્નામેન્ટમાં જીત સાથે તેણે ડબલ્સ વર્લ્ડ રેન્કિંગમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. આ ભારતીય જોડી ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપના બીજા રાઉન્ડમાં હાર્યા બાદ ત્રીજા સ્થાને સરકી ગઈ હતી. આ પછી, સાત્વિકની ઈજાને કારણે, આ જોડીએ ચીનમાં એશિયા ચેમ્પિયનશિપમાં વોકઓવર આપ્યું હતું.
ભારતીય જોડીએ થાઈલેન્ડ ઓપનમાં જોરદાર કમબેક કર્યું અને ચીનના ચેન બો યાંગ અને લિયુ યી સામે સીધી ગેમમાં જીત મેળવીને સિઝનનું તેમનું બીજું ટાઇટલ જીત્યું. આ જોડી 99670 પોઈન્ટ્સ સાથે નવા BW રેન્કિંગમાં બે સ્થાન અપ આવી અને પાંચ અઠવાડિયા પછી ફરીથી ટોચનું સ્થાન મેળવ્યું. બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ મહિલા સિંગલ રેન્કિંગમાં એક સ્થાન સરકીને 15મા સ્થાને પહોંચી ગઈ છે.
એચએસ પ્રણોયે તેનું 9મું રેન્કિંગ જાળવી રાખ્યું છે અને તે પુરૂષ સિંગલ્સના ટોપ 10માં એકમાત્ર ભારતીય છે. સાત્વિક અને ચિરાગની જોડી એક પણ ગેમ ગુમાવ્યા વિના થાઈલેન્ડ ઓપનની ફાઇનલમાં પહોંચી હતી. લિયુ અને ચેને પણ ફાઈનલ સુધીના પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું પરંતુ ભારતીય જોડીના શાનદાર ફોર્મનો તેમની પાસે કોઈ જવાબ નહોતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech