BREAKING NEWS

જામનગર: રિલાયન્સમાં ચાલી રહેલા નવરાત્રિ મહોત્સવમાં હાજર રહ્યો અંબાણી પરિવાર

  • October 19, 2026 05:38 PM 

જામનગર: રિલાયન્સમાં ચાલી રહેલા નવરાત્રિ મહોત્સવમાં હાજર રહ્યો અંબાણી પરિવાર

મુકેશ અંબાણી, નીતા અંબાણી, અનંત અને રાધિકા ગરબે ઘૂમ્યા: દિશા પટની અને વિકી કૌશલે આપ્યા પરર્ફોમન્સ

જામનગર નજીક આવેલ રિલાયન્સ ગ્રીન ખાતે નવરાત્રિ મહોત્સવમાં બોલીવુડના સિતારાઓ ધૂમ મચાવી રહ્યા છે, ત્યારે શનિવારની રાત્રિએ બોલીવુડ સુપર સ્ટાર વિકી કૌશલ નવરાત્રિ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા, તેમજ પોતાના ડાન્સ પરર્ફોમન્સથી લોકોના મન મોહી લીધા હતા, તેમજ ખેલૈયાઓને ડોલાવ્યા હતા, તદ્દઉપરાંત ગઇકાલે જામનગર એરપોર્ટ પર બોલીવુડ ક્વીન દિશા પટની, પહોંચી હતી, તેમજ મોડી રાત્રે બોલીવુડના ખેલાડી અક્ષયકુમાર જામનગર એરપોર્ટ પર પહોંચ્યા હતા અને ત્યાંથી મોંઘીદાટના કારના કાફલા સાથે રિલાયન્સના નવરાત્રિ મહોત્સવમાં જોડાવવા માટે રવાના થયા હતા.

ગત રાત્રે દિશા પટનીએ ડાન્સ પરર્ફોમન્સ કરી ખેલૈયાઓને મંત્રમુગ્ધ કર્યા હતા, તેમજ સમગ્ર અંબાણી પરિવાર પણ ગત રાત્રિએ નવરાત્રિ મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મુકેશભાઇ અંબાણી, નીતાબેન અંબાણી તેમજ અનંત અને રાધિકા અંબાણી નવરાત્રિ મહોત્સવમાં ગરબે ઘૂમ્યા હતા, અને નવરાત્રિ મહોત્સવની શોભા વધારી હતી.

જામનગરના રિલાયન્સ ગ્રીન્સ ખાતે આયોજિત નવરાત્રિ મહોત્સવમાં ગત રાત્રે અંબાણી પરિવારે હાજરી આપીને ગરબા મહોત્સવની રોનક વધારી દીધી હતી. અંબાણી પરિવારના આગમન સમયે આતશબાજી સાથે લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

સ્ટેજ પરથી રાધિકા મરચન્ટ અને અનંત અંબાણીએ ઉપસ્થિત તમામ લોકોને નવરાત્રિની શુભકામનાઓ પાઠવી હતી. આ દરમિયાન રાધિકા મરચન્ટે અનંત અંબાણીની પ્રશંસા કરતા કહ્યું હતું કે, "તમે એકદમ કૃષ્ણ લાગો છો", જેનાથી વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. આ સાથે જ ઉપસ્થિત સૌકોઈએ એકસાથે રાધિકાને ’હેપ્પી બર્થડે’ વિશ કર્યું હતું.
​​​​​​​
નવરાત્રિના આ પાવન પર્વ પર નીતા અંબાણી, રાધિકા મરચન્ટ અને અનંત અંબાણી સ્ટેજ પર પરંપરાગત ગરબાના તાલ પર ઉત્સાહપૂર્વક ઝૂમી ઉઠ્યા હતા. નીતા અંબાણી અને રાધિકા મરચન્ટે એકસાથે ગરબા રમીને મનોરમ દૃશ્યો સર્જ્યા હતા.
અંબાણી પરિવારના તમામ સભ્યોએ હાથ જોડીને ઉપસ્થિત ખેલૈયાઓનું અભિવાદન ઝીલ્યું હતું. આ ઉત્સવમાં રિલાયન્સ પરિવારના સભ્યો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સમગ્ર માહોલ ભક્તિ અને આનંદથી ગુંજી ઉઠ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application