BREAKING NEWS

જામનગર જિલ્લા પંચાયતની જુદી જુદી શાખાના રૂ. ૧૫ કરોડથી વધુ રકમના બીલો અટકી પડયા

  • July 23, 2026 12:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લા પંચાયતની જુદી જુદી શાખાના રૂ. ૧૫ કરોડથી વધુ રકમના બીલો અટકી પડયા

જામનગર જિલ્લા પંચાયત હંમેશા વિવાદના વમળમાં રહ્યા કરે છે. હિસાબી શાખાના અધિકારીઓના આપખુદશાહી વલણને કારણે રૂ.૧૫ કરોડથી વધુ રકમના બીલો અટકી પડયા હોવાનું બહાર આવ્યું છે. આવુ શા માટે થયું તે અંગે તપાસ કરવાની જરૂર છે. અને ડીડીઓએ કલાસ-૩ લેવલના સામે કડક હાથે કામ લઇ દાખલો બેસાડવો જોઇએ તેવું જિલ્લા પંચાયતના વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે.
​​​​​​​
જિલ્લા પંચાયતની હિસાબી શાખામાં અને અગાઉ બાંધકામ ખાતામાં ફરજ બજાવતા એક કર્મચારી દ્વારા આ બીલો કોઇપણ કારણસર ટેબલમાં મુકી રાખવામાં આવ્યા છે. તેવા આક્ષેપો પણ થઇ રહ્યા છે શા માટે બીલ અટકાવી દેવામાં આવ્યા? બે થી ત્રણ મહિનાથી આ કર્મચારી બીલના ચુકવણામાં શા માટે અડચણરૂપ થાય છે. તે અંગે તરહ તરહની વાતો ચર્ચાઇ રહી છે. દરેક બીલોમાં મોટી રકમ હોય, ઝડપી ચુકવણુ ન કરવાનુ કારણ ડીડીઓએ તપાસવુ જોઇએ. ડીડીઓ કાર્યાલયના એક કર્મચારી વધુ પડતો પાવર કરતો હોવાની ફરિયાદો સભ્યો કરી રહ્યા છે. એકાઉન્ટ શાખાના એક અધિકારીને બીલની કામગીરી અંગે સસ્પેન્ડ શા માટે કરાતા નથી એ પ્રશ્ર્ન ઉઠયો છે. આગામી દિવસોમાં રાજયના મુખ્ય સચિવ મનોજકુમાર દાસ સમક્ષ કેટલાક લોકો રજુઆત કરશે તેમ જાણવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application