BREAKING NEWS

જામનગરમાં શ્રી હાટકેશ્ર્વર મંદિરે નાગરાણીઓનાં બેઠા ગરબાની સંસ્કૃતિ

  • October 13, 2026 12:50 PM 

જામનગરમાં શ્રી હાટકેશ્ર્વર મંદિરે નાગરાણીઓનાં બેઠા ગરબાની સંસ્કૃતિ

સાંસ્કૃતિક દ્રષ્ટિએ નાગર સમુદાયને સૌથી સમૃદ્ધ માનવામાં આવે છે. સાહિત્ય, કલામાં આગવુ સ્થાન ધરાવતા નાગરોની અનોખી પરંપરાઓ પણ તેમને આગવી ઓળખ અપાવે છે. પછોટીકાશીથ જામનગરમાં સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરે દર શારદીય નવરાત્રિમાં નાગરાણીઓ બેઠા ગરબા ગાઈને માઁ આદ્યશક્તિની આરાધના કરે છે. સૈંકડો નાગર મહિલાઓ એક સૂર અને તાલમાં બેઠા ગરબા ગાય ત્યારે અલૌકિક વાતાવરણ સર્જાય છે અને હવામાં ભક્તિ અને શક્તિનાં તરંગો ગૂંજતા હોવાની અનુભૂતિ થાય છે. છેલ્લા ૬ દાયકાથી અહીં આ પરંપરા અકબંધ છે. જીવનની ઉત્તરાવસ્થામાં રહેલા જ્ઞાતિનાં  વડીલોથી લઇ જેન-ઝી નાં  તરુણીઓ - યુવતીઓ પણ આ બેઠા ગરબમાં સામેલ થતા હોય આ અનોખી પરંપરા શિવની સાક્ષીએ સ્વરોનાં માધ્યમથી  એક પેઢીથી બીજી પેઢીમાં હસ્તાંતરિત થઇ રહી છે. નવરાત્રિમાં આ અનોખા ગરબાથી શહેરને પણ અલગ સાંસ્કૃતિક ગરિમા પ્રાપ્ત થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application