BREAKING NEWS

પુત્ર બીમાર રહેતો હોય પશુ બલીની માનતા રાખી'તી...માતાજીના માંડવામાં 6 પશુને કાપી નાખ્યા, રાજકોટમાં અંધશ્રદ્ધાના બનાવથી ખળભળાટ

  • November 24, 2025 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે પીટીસી ગ્રાઉન્ડમાં ચૌહાણ પરિવાર દ્વારા આયોજિત માતાજીના માંડવામાં પુશની બલી ચડાવવામાં આવી રહ્યાનું જીવદયા ફાઉન્ડેશનને માલુમ પડતા તેમણે પોલીસે જાણ કરી હતી. જેથી થોરાળા પોલીસ અને આજીડેમ પોલીસના સ્ટાફે અહીં પહોંચી હતી. જોકે આ પૂર્વે જ છ પશુઓની બલી ચડાવી દેવામાં આવી હતી. જયારે નવ પશુઓને પોલીસે બચાવી લીધા હતાં. પોલીસ પહોંચે તે પુર્વે માંડવાના આયોજકો ફરાર થઇ ગયા હતાં. આ અંગે જીવદયા ફાઉન્ડેશન દ્વારા થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવા તજવીજ હાથ ધરી છે.


જાણવા મળતી વિગતો મુજબ, શહેરના ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા પીટીસી ગ્રાઉન્ડ પાસે ચૌહાણ પરિવાર દ્વારા માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માંડવામાં પશુની બલી ચડાવવામાં આવી રહ્યાનું જીવદયા ફાઉન્ડેશનને માલુમ પડયું હતું. જેથી તેમની ટીમે તુરંત પોલીસને જાણ કરી હતી. બાદમાં જીવદયાની ટીમ તથા થોરાળા અને આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ અહીં પહોંચ્યો હતો.


પોલીસ આવતા જ નાસભાગ મચી ગઇ

માતાજીના માંડવામાં પોલીસ આવતા જ નાસભાગ મચી ગઇ હતી. પોલીસ પુછતાછ કરે તે પૂર્વે જ આયોજકો ભાગી ગયા હતાં. પોલીસે અહીં જોતા છ પશુઓની બલી ચડાવી દેવામાં આવી હોવાના અવશેષો મળ્યા હતાં. જયારે પોલીસ અને જીવદયાની ટીમે મળી ૯ પશુઓને બચાવી લીધા હતાં. જેમને પાંજરાપોળને સોંપ્યા હતાં.


બલી આપવા માટે ૧૫ પશુ લાવ્યા હતાં

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, ગ્રીનલેન્ડ ચોકડી પાસે ચૌહાણ પરિવાર દ્વારા માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આયોજક તરીકે અરવિંદ ચૌહાણ, રાહુલ ચૌહાણ અને પરબત ચૌહાણ હોવાનું માલુમ પડયું છે. બલી આપવા માટે ૧૫ પશુ લાવ્યા હતાં. જે પૈકી ૬ પશુની બલી ચડાવી દીધી હતી. જયારે અન્ય પશુની બલી ચડાવે તે પૂર્વે જીવદયાની ટીમ અને પોલીસ આવી પહોંચી હતી. આ અંગે જીવદયાપ્રેમી દ્વારા થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવવામાં તજવીજ હાથ ધરવામાં આવી છે.


પુત્ર બીમાર રહેતો હોવાથી પશુ બલીની માનતા રાખી હતી

ગ્રીનલેન્ડ ચોકડી પાસે ચૌહાણ પરિવાર દ્વારા માતાજીના માંડવાનું આયોજન કરાયું હતું.જેમાં ૧૫ પશુ બલી ચડાવવા માટે લાવ્યા હતાં અને ૬ પશુની બલી ચડાવી પણ દીધી હતી. પોલીસની તપાસમાં ચૌહાણ પરિવારે પુત્ર સતત બીમાર હોય જેથી માતાજીના માંડવાનું આયોજન કરી પશુ બલી ચડાવવા માટે માનતા રાખી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News