દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની વાડીનાર બેઠક પર સૌથી વધુ મતદાન અને ઢેબર બેઠક પર સૌથી ઓછું મતદાન નોંધાયું
તાલુકા પંચાયતની ચૂંટણીમાં ખંભાળિયા તાલુકાના કાઠી દેવળીયા બેઠક પર સૌથી વધુ અને દ્વારકા તાલુકાની ધ્રાસણવેલ બેઠક પર સૌથી ઓછું મતદાન નોંધાયું
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જિલ્લા પંચાયતની વાડીનાર બેઠક પર સૌથી વધુ ૮૩.૯૭ ટકા મતદાન અને તાલુકા પંચાયતમાં કાઠી દેવળીયા (ખંભાળિયા) બેઠક પર સૌથી વધુ ૮૬.૦૪ ટકા મતદાન થયું છે. જ્યારે જિલ્લા પંચાયતમાં સૌથી ઓછું મતદાન ઢેબર બેઠક પર ૫૩.૦૨ ટકા અને તાલુકા પંચાયતની ધ્રાસણવેલ (દ્વારકા) બેઠક પર ૩૬.૭૭ ટકા મતદાન થયું છે.
જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પ્રાપ્ત થયેલી પ્રાથમિક વિગતો મુજબ, જિલ્લા પંચાયતની બેઠકમાં ભાણવડ તાલુકામાં આવતી વેરાડ બેઠક પર ૬૧.૯૦ ટકા, કલ્યાણપુર તાલુકામાં આવતી નંદાણા બેઠક પર ૭૪.૧૬ ટકા, દ્વારકા તાલુકામાં આવતી વરવાળામાં ૬૮.૧૭ ટકા સૌથી વધુ મતદાન નોંધાયું છે. તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાણવડ તાલુકામાં આવતી ઢેબર બેઠક પર ૭૩.૯૭ ટકા, કલ્યાણપુર તાલુકામાં આવતી ભોગાત બેઠક પર ૮૩.૨૯ બેઠક અને દ્વારકા તાલુકામાં આવતી વરવાળા બેઠક પર ૮૧.૫૦ ટકા સૌથી વધુ મતદાન થયું છે.
જ્યારે, જિલ્લા પંચાયતની ખંભાળિયા તાલુકામાં આવતી ચારબારા બેઠક પર ૫૭.૮૯ ટકા, ભાણવડ તાલુકામાં આવતી ઢેબર બેઠક ૫૩.૦૨ ટકા, કલ્યાણપુર તાલુકામાં આવતી લાંબા બેઠક પર ૫૪.૮૮ ટકા, દ્વારકા તાલુકામાં આવતી બરડીયા બેઠક પર ૫૫.૮૭ ટકા તેમજ તાલુકા પંચાયતમાં ખંભાળિયા તાલુકામાં ચારબારા બેઠક પર ૫૫.૫૦ ટકા, ભાણવડ તાલુકામાં આવતી ગડુ બેઠક પર ૪૧.૪૦ ટકા, કલ્યાણપુર તાલુકામાં આવતી પટેલકા બેઠક પર ૪૭.૨૧ ટકા અને દ્વારકા તાલુકામાં આવતી ધ્રાસણવેલ બેઠક પર ૩૬.૭૭ ટકા સૌથી ઓછું મતદાન નોંધાયું છે.
જ્યારે, નગરપાલિકામાં જોઈએ તો, ખંભાળિયા નગરપાલિકામાં વોર્ડ નં.૦૮માં ૭૦.૧૧ ટકા, જામ રાવલના વોર્ડ નં.૦૬માં ૮૬.૪૫ ટકા સૌથી વધુ મતદાન નોંધાયું છે. જ્યારે, ખંભાળિયા નગરપાલિકામાં વોર્ડ નં.૦૭માં ૫૬.૦૬ ટકા અને જામ રાવલના વોર્ડ નં.૭૧.૧૧ ટકા સૌથી ઓછું મતદાન નોંધાયું છે.