બ્રિટનને સંકટમુક્ત કરવાની અગ્નિ પરીક્ષા ઋષિ સામે, બીજા પડકારો પણ ખરા

  • October 29, 2022 07:22 PM 

ચારે બાજુ ઋષિ સુનક ની પ્રાથમિકતાઓ અને પડકારોને લઈને ચર્ચાઓ થઈ રહી છે તેમજ બજારની નજર એમના પર છે. પોતાના દેશને લઈને એમના વિઝનની ચર્ચાઓ થઈ રહી છે. સાથોસાથ એમના ઓછા રાજનૈતિક અનુભવ ને લઈને પણ ચર્ચા છે અને સૌને સાથે લઈને ચાલવા તેમજ એક એવું બ્રિટન બનાવવાની એમની પરી કલ્પના પર સૌની નજર છે.૪૨ વર્ષના આ ઉત્સાહી યુવાનની આંખોમાં બ્રિટનની તસવીર અને તકદીર બદલવાનું જુનુન જોઈ શકાય છે. ઘણા બધા લોકો એમ પણ કહે છે કે એમની પાસે રાજકીય અનુભવ ઓછો છે પરંતુ તેમની આર્થિક સમજદારી અને પોતાના દેશને સંકટમાંથી બહાર લાવવાની એમની યોજનાઓ ની હવે કસોટી થવાની છે.


તેઓ મૂળ ભારતીય છે તે હકીકત ભાવનાત્મક રૂપથી ભલે ભારત માટે મહત્વની હોય પરંતુ બધા જાણે છે કે ભારતવંશી થયા પહેલા તેઓ પોતાના દેશ અને પોતાની જનતા માટે સૌથી મોટા ભરોસા અને અપેક્ષા નું નામ છે.એવો સવાલ ગંભીરતાથી ઉઠાવવામાં આવી રહ્યો છે કે બ્રિટન જે પ્રકારની ભયંકર મંદિર અને વધી રહેલા વ્યાજ દર ના ભારે મુશ્કેલી ભર્યા સમયમાંથી પસાર થઈ રહ્યો છે અને બેન્ક ઓફ ઇંગ્લેન્ડ તરફથી મોંઘવારી પર કાબુ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે પરંતુ આ બધા પ્રયાસો અત્યાર સુધી નિષ્ફળ સાબિત થયા છે ત્યારે ઋષિ ભાઈ કેવી રીતે એમની નયા પાર લગાવશે તેના અંદાજો અને અનુમાનો હવે બધા લગાવી રહ્યા છે.


ગ્રાહકોને વધી રહેલા ખર્ચ અને ઓછી થઈ રહેલી આવકનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે એવો પ્રશ્ન ચારેકોર કરવામાં આવી રહ્યો છે કે ભયંકર પડકારો સામે સફળતાપૂર્વક પાર ઉતારવાની કોઈ અસરકારક યોજના એમની પાસે છે કે નહીં.જો એમની પાસે આવી અસરકારક યોજનાઓ હોય તો એમની પાર્ટીના જ તમામ જૂથો અને વિપક્ષી પાર્ટીઓ નો સાથ સહકાર એમને મળી શકશે કે કેમ ? આ બાબતમાં બધા લીઝ નું ઉદાહરણ આપી રહ્યા છે. નો ડાઉટ એમણે ૪૪ દિવસમાં હાર માની લીધી અને પોતાના વાયદાઓ પુરા નહીં કરી શકવા બદલ રાજીનામું આપી દીધું.
પરંતુ એવા સવાલ પણ થઈ રહ્યા છે કે શું એમના રાજ્યનામાં પાછળ ફક્ત અને એમના કેટલાક સખત ફેસલા જ કારણભૂત છે કે પછી પોતાની જ પાર્ટીના લોકોના વિરોધને કારણે તેઓ ટકી શક્યા નથી ? સૌથી મોટું ઉદાહરણ બોરીસ જોન્સન નું જ જોઈ શકાય છે.


શા માટે જોન્સને હાથ પાછળ ખેંચી લીધા અને શા માટે તેઓ પદ છોડવા માટે મજબૂર થઈ ગયા હતા ? સાચી વાત એ છે કે વર્તમાન સમયમાં બ્રિટનની સૌથી મોટી મુશ્કેલી ત્યાંની સત્તાધારી કન્ઝર્વેટીવ પાર્ટીની અંદર ચાલી રહી છે અને તેમાં ભયંકર જૂથ બંધી છે અને આ હકીકત પાછળના કેટલાક વર્ષોમાં ક્લિયર થઈ ચૂકી છે અને દુનિયા આખીને તેની ખબર પડી ગઈ છે.ખૂબ જ જલ્દી જલ્દી એટલે કે થોડાક જ મહિલાઓમાં બ્રિટનને ત્રણ વડાપ્રધાન જોઈ લીધા છે અને જો દાવેદારોની લિસ્ટ જોઈએ તો પાર્ટીનું નેતૃત્વ સંભાળવા અને દેશ ચલાવવાના સપના જોનારા દર વખતે બે ચાર તો બહાર આવી જતા હોય છે. ભલે આવા લોકો ટેકનિકલ કારણોસર પાછળ રહી જતા હશે અથવા રસ્તો છોડી દેતા હશે પરંતુ બ્રિટનના રાજકારણના આ સંકટ ભર્યા સમયને દુનિયા જોઈ રહી છે.


પેની મોર્ડનટ હોય કે લીઝ હોય કે પછી બોરિસ જોન્સન હોય આ બધા જ નેતાઓના પોતપોતાના અલગ જૂથ છે અને આ બધા ઋષિ ને નિષ્ફળ સાબિત કરવા માં કોઈ કસર બાકી રાખવાના નથી તેવું ભવિષ્ય ભાખવામાં કંઈ વાંધાજનક રાજકીય નિષ્ણાંતોને લાગતું નથી.જોન્સન ના ટેકેદારો હજુ પણ એમ જ માને છે કે ઋષિએ ઝોન સાથે જોખાબાજી કરી છે અને જોનસન ની સરકારમાં રહેવા છતાં પણ એમણે હટાવીને પોતે વડાપ્રધાન બનવાનો પ્રયાસ ચાલુ રાખ્યો હતો અને એ જ રીતે લીઝનો પણ ઋષિએ જ સૌથી પહેલા વિરોધ શરૂ કર્યો હતો.


આવી હાલતમાં ઉપર દર્શાવેલા તમામ નેતાઓ ઋષિને કોઈપણ હાલતમાં નિષ્ફળ સાબિત કરવા માટેના અભિયાનમાં લાગી જવાના છે તેમાં પણ કોઈ શંકા નથી. અત્યારે બધા નેતાઓએ દેખાવ તો એવો કર્યો છે કે દેશને સંકટમાંથી બહાર લાવવાના હેતુ માટે ઋષિને આગળ વધવાનો રસ્તો આપી દેવામાં આવ્યો છે અને સત્તાધારી પાર્ટી આ પ્રકારનો માત્ર દેખાવ કરી રહી છે તેમ માનવામાં આવે છે પરંતુ આંતરિક રાજકારણ અને ખટપટ વધુ ઘાતક બનવાના છે અને આગામી દિવસોમાં આ રાજકીય નાટક બધાને જોવા પણ મળશે તેમ માનવામાં આવે છે.


આ પ્રકારના પડકારો અને આંતરિક ખટપટ નો સામનો કરવા સાથે દેશને આર્થિક સંકટમાંથી બહાર લાવવા તરફ ઋષિ એકાગ્રતા કેવી રીતે જમાવી શકશે અને બધાનો સાચા અર્થમાં સહકાર કેવી રીતે મેળવી શકશે તે સૌથી મોટો પ્રશ્ન છે અને ઋષિની સામે એક ભયંકર અગ્નિ પરીક્ષા આવીને ઊભી છે.જોકે એવી અપેક્ષા ચોક્કસ રાખી શકાય છે કે હવે ભારત અને બ્રિટનના સંબંધો ખૂબ જ મજબૂત બનવાના છે તેમાં કોઈ શંકા નથી અને ખાસ કરીને મુક્ત વ્યાપાર કરાર ને લઈને અત્યાર સુધીમાં બંને દેશો વચ્ચે જે પાંચ બેઠકો થઈ ચૂકી છે ત્યારે હવે તેને અંતિમ રૂપ આપી દેવામાં આવશે તેવી અપેક્ષા સૌ રાખી રહ્યા છે.
નિષ્ણાંતો એમ માને છે કે ભારત સાથેના મુક્ત વ્યાપાર કરાર ને પગલે બ્રિટનની અર્થવ્યવસ્થા પણ મજબૂત થશે અને એક ચોક્કસ ફાયદાકારરૂપ દિશા પકડી લેશે જોકે આ બધા પડકારો વચ્ચે ઋષિ કેવી રીતે પાર ઉતરશે તે જોવું ઘણું રસપ્રદ બનશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application