અમરેલીના ગીરિયા રોડ ઉપર રહેણાંક વિસ્તારમાં શેરીમાં એક ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ થતા આજુબાજુમાં રહેતા લોકોમાં ભય ફેલાઈ ગયો હતો અને બહાર દોડી આવ્યા હતા. આ દુર્ઘટનમાં પાઈલોટ અનિકેતનું મોત નીપજ્યું છે. ડીવાયએસપીના જણાવ્યા અનુસાર પાઇલોટે ચાર વખત પ્લેન ટેકઓફ અને લેન્ડિંગ કર્યું હતું. ફરી ટેકઓફ કર્યું તો પ્લેન ક્રેશ થઈ ગયું હતું.
ડીવાયએએપી ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે, ટ્રેઈનિંગ ઈન્સ્ટિટ્યુટ કે જે અમરેલી ખાતે પોતાના સિંગલ એન્જિન પ્લેન્સ દ્વારા તાલીમ આપતી હોય, ત્યારે આજે અનિકેત મહાજન કે જે પોતે પોતાનો તાલીમ દરમિયાન લેન્ડિંગ એન્ડ સર્કિટ ટ્રેનિંગ દરમિયાન ચારેય વાર ટેકઓફ કર્યું. લેન્ડ કરીને પાછું ફરીવાર ટેકઓફ કર્યુ ત્યારે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના શાસ્ત્રીનગર ખાતે કોઈપણ કારણસર એમનું પ્લેન ક્રેશ થયું હતું. તાત્કાલિક ધોરણે કોલ આવતા અમે સ્થળ પર પહોંચીને ફાયર, પોલીસ અને ટીમ ડિઝાસ્ટરની ટીમે એરિયા કોર્ડન કર્યો હતો. એમને રેસ્ક્યૂ કરવા પ્રયત્નો કર્યા. હાલમાં અનિકેત મહાજનનું મૃત્યુ થયું છે અને આગળ પ્રોસિજર ચાલુ છે. પ્લેનમાં ટ્રેઈની અનિકેત એકલો હતો અને તે જ પ્લેન ઉડાડતો હતો.
પાઈલોટ ટ્રેનિંગ સેન્ટરનું પ્લેન હતું
આ પ્લેન જે ખાનગી કંપની દ્વારા ચલાવવામાં આવતું હતું, પાઇલટ ટ્રેનિંગ માટે ઉપયોગમાં લેવાતું હતું. પાઇલટ ટ્રેનિંગ પ્લેન ઉડાડી રહેલા અનિકેત મહાજનનું મોત થયું છે. દુર્ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ સવાર હતી, જેણે દુર્ભાગ્યવશ જીવ ગુમાવ્યો હતો.
આગ કાબૂમાં લઈ વિસ્તાર કોર્ડન કરાયો, એક વાછરડીનું મોત
ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, 12:30 કલાકની આસપાસના સમયગાળા દરમિયાન અમરેલી એરપોર્ટની અંદર ચાલી રહેલા ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટનું પ્લેન ક્રેશ થવાની દુર્ઘટના બની હતી. અમારી રેસ્ક્યુ ટીમ દ્વારા અંદર ફસાયેલા પાઈલટને બહાર કાઢીને 108ને સોંપવામાં આવ્યો હતો અને સંપૂર્ણપણે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. હાલના તબક્કે વિસ્તારને કોર્ડન કરીને એરક્રાફ્ટની અંદર ઘણા બધા ઈક્યુપમેન્ટ હોઈ શકે, જેની અંદર મેસેજ પણ આવતા હોય છે, તેવા બ્લેકબોક્સને શોધીને અત્યારે અમે વહીવટી તંત્રને સોંપવાના પ્રયત્નો અમે ચાલુ કર્યા છે. આ રેસિડેન્શિયલ એરિયા શાસ્ત્રીનગર છે, જેના કારણે સર્ચિંગ કરતાં એક વાછરડીનું ફેટેલ થયું હોય એવું અમને જોવા મળેલું છે. પાઇલટ ટ્રેનિંગ પ્લેન ઉડાડી રહેલા અનિકેત મહાજનનું મોત થયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેન્નઈથી ભાગવાની ફિરાકમાં હતા પહલગામ હુમલાના આરોપીઓ, કોલંબો એરપોર્ટ પર વિમાનની તપાસ
May 03, 2025 07:53 PMજામનગરમાં મોમાઈનગરમાં મકાનોને નોટિસ પાઠવવામાં આવતા મનપામાં રજુઆત
May 03, 2025 06:40 PMલાખોટા તળાવ ખાતે ઘણા લાંબા સમયથી બંધ રહેલ માછલીઘર મુલાકાતીઓ માટે ફરીથી ખુલ્લું મુકાયું
May 03, 2025 05:42 PMજામનગર : પોલીસ હેડક્વાર્ટરમા જુના વાહનોની જાહેર હરાજી
May 03, 2025 05:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech