BREAKING NEWS

જામનગર શહેરમાં કચરા ગાડીની ઠોકરથી એસટી બસનો કાંચ તુટયો

  • October 22, 2026 01:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં કચરા ગાડીની ઠોકરથી એસટી બસનો કાંચ તુટયો

સાત રસ્તા પાસે અકસ્માત : ૪૦ હજારનું નુકશાન

જામનગરના સાત રસ્તા પાસે પુલ નીચે બે દિવસ પહેલા જામનગર મહાનગરપાલીકાની કચરાગાડીના ટ્રકના ચાલકે બેદરકારીથી રીવર્સમાં લઇને એસટી બસના આગળના ભાગમાં અથડાવતા કાંચ તોડી નાખી ૪૦ હજારનું નુકશાન કર્યાની ટ્રક ગાડીના ચાલક સામે ફરીયાદ કરવામાં આવી છે.

ધ્રોલના ગાયત્રીનગરમાં રહેતા એસટી ડ્રાઇવર બાબુ હુરાભાઇ ભરવાડ (ઉ.વ.૪૬)એ ગઇકાલે સીટી-બી ડીવીઝનમાં કચરાની ગાડીના ટ્રક નં. જીજે૧૦ટીવાય-૬૧૮૧ના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી.

જેની વિગત અનુસાર ગત તા. ૨૦ના સાત રસ્તા પુલ નીચે જામનગર મહાનગરપાલીકાની કચરાગાડીના ટ્રકના ચાલકે પુરઝડપે અને ગફલતથી ચલાવી રીવર્સમાં પાછળ લઇ ફરીયાદીની સરકારી બ્લુ કલરની બસ નં. જીજે૧૮ઝેડટી-૨૬૫૨ને આગળના ભાગે ઠોકર મારી હતી.
​​​​​​​
આ અકસ્માતમાં બસના આગળના ભાગનો કાંચ તુટી ગયો હતો અને આશરે ૪૦ હજાર રૂપીયાનું નુકશાન થયુ હતું, ફરીયાદ અનુસંધાને પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application