જામનગર : જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય દ્વારા કરાયેલી રજૂઆતને સફળતા
જામનગર : જામજોધપુર મુકામે સ્પેશિયાલિસ્ટ સુવિધા થી સબ ડિસ્ટ્રીકટ હોસ્પીટલનું મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલની વર્ચુઅલ ઉપસ્થિતીમાં તથાસાંસદ પુનમ બહેન માડમ તથા જિલ્લા તાલુકા શહેરના વિવિધ આગેવાનો ની ઉપસ્થીતીમાં ખાત મુહત કરવામાં આવશે.
આમ ડિસ્ટ્રીક હોસ્પિટલ થાય તે માટેની માંગ પૂર્વ ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા દવારા કરવામાં આવેલ જેમાંગ પુરી થતા જામજોધપુર શહેર અને તાલુકાની જનતાની આરોગ્યલક્ષી સેવામાં ઉમેરો થયો છે અને જેમનો તાલુકાની જનતાને બહોળા પ્રમાણમાં લાભ મળશે પૂર્વ ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા એ જે તે સમયે ડાયાલીસ સેન્ટર ગુજરાતમાં જામજોધપુરમાં આવેલ ત્યારે ઉદ્ધાટન સમયે ચિરાગભાઈ કાલરીયાએ તેમના ધારાસભ્ય ના કાર્યકાળ દરમ્યાન સબ ડિસ્ટ્રીક હોસ્પીટલ આપવાની માંગ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલને પત્ર લખી કરાઈ હતી.
આમ પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરીયા દવારા તાલુકામાં લોકો માટે આરોગ્યલક્ષી સુવિધા વધારવા સબ ડિસ્ટ્રીક હોસ્પિટલનું ભૂમિપુજન થનાર છે ત્યારે રાજ્ય સરકારનો તાલુકાની જનતા વતી આભાર માની પૂર્વ ધારાસભ્યએ વધુ માં જણાવેલ કે આ અંગે વિરોધ પક્ષ દ્વારા પોતાની માંગ અંગેના લીંબડ જશ ખાટવાના વાહિયાત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application