દ્વારકા ખાતે જન્માષ્ટમી ઉત્સવ દરમ્યાન ‘હાથ કી સફાઇ’ કરતી ટોળકી ઝડપાઇ
યાત્રાળુઓના ભીડનો લાભ લઇ નઝર ચુકવી ચોરી કરતા ૧૫ શખ્સોની અટક : ૧.૮૬ લાખનો મુદામાલ કબ્જે લેતી એસઓજી
ગત તા.૩૧/૦૮/૨૦૨૬ ના રોજથી દ્વારકા ખાતે જન્માષ્ટમી ઉત્સવ-૨૦૨૬ માં વી.એ.રાણા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા તથા વી.એન.શિંગરખીયા પોલીસ સબ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી., દેવભૂમિ દ્વારકા નાઓના માર્ગદર્શન અને સુચના મુજબ એસ.ઓ.જી.દેવભૂમિ દ્વારકાના પોલીસ કર્મચારીઓની અલગ-અલગ ટીમોની રચના કરી, તમામ ટીમોને સંકલનમાં રહી ભગવાનશ્રી દ્વારકાધીશજી જગત મંદીર તથા આસપાસના ભિડભાડ વાળા વિસ્તારોમાં યાત્રાળુઓ વધુ સંખ્યામાં હાજર હોય તે તમામ સ્થળોએ વોચમાં રહી શંકાસ્પદ ઇસમો દ્વારા થતી શંકાસ્પદ ગતીવિધીઓ ઉપર સતત નઝર રાખવા જણાવવામાં આવેલ.
જે અન્વયે એસ.ઓ.જી. દેવભૂમિ દ્વારકા પોલીસ સ્ટાફના એ.એસ.આઈ. રાજેન્દ્રસિંહ મોતીભા જાડેજા, અશોકભાઈ રાણાભાઈ સવાણી, પૃથ્વીરાજસિંહ ધર્મેન્દ્રસિંહ વાઘેલા, કિશોરસિંહ ભગુભા જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ મારખીભાઈ બેડીયાવદરા, નિતેશભાઈ દાનાભાઈ સાદીયા, હરદાસભાઇ જીવાભાઈ મોવર તથા પોલીસ કોન્સ્ટેબલ યોગરાજસિંહ દિલીપસિંહ ઝાલા, કૃષ્ણરાજસિંહ દિગુભા જાડેજા તથા ડ્રા.એ.એસ.આઇ. લખમણભાઈ કરશનભાઈ આંબલીયા તથા ડ્રા.પોલીસ કોન્સ.જગદિશભાઈ લાખાભાઈ કરમુર એ રીતેના પોલીસ સ્ટાફ દ્વારા જન્માષ્ટમી બંદોબસ્ત-૨૦૨૬ અન્વયે પેટ્રોલીંગ દરમ્યાન સાથેના એ.એસ.આઈ. રાજેન્દ્રસિંહ મોતીભા જાડેજા તથા પૃથ્વીરાજસિંહ ધર્મેન્દ્રસિંહ વાઘેલા તથા કિશોરસિંહ ભગુભા જાડેજાનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, અમદાવાદ તથા આસપાસના વિસ્તારોમાંથી ભુતકાળમાં અન્ય જિલ્લાઓમાં ચોરી, લુંટ, પીક પોકેટીંગ, ચેઇન સ્નેચીંગ જેવા ગંભીર પ્રકારના ગુન્હાઓમાં વારંવાર પકડાયેલ ઇસમો દ્વારકા ખાતે આવેલ છે, જેઓ હાલ દર્શાનાર્થે આવતા લોકોની ભીડનો ફાયદો ઉઠાવી અને દર્શનાર્થીઓની નજર ચુકવી તેઓના ખીસ્સામાંથી તેમજ પર્સ-પાકીટમાંથી પૈસાની ચોરી કરતા હોવાની હકીકતો મળેલ જે ખાનગી બાતમી આધારે તાત્કાલીક સંકલીત કાર્યવાહી કરી, હકીકત મુજબના વર્ણન વાળા અલગ અલગ બે ચોર ટોળકીઓના કુલ-૧૫ સભ્યોને, કુલ કિ.રૂ. ૧,૮૬,૮૧૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ. સદરહુ તમામ આરોપીઓએ કડક પુછપરછ દરમ્યાન એકબિજાની મદદગીરી કરી શ્રી દ્વારકાધિશજીના નિજમંદિર તથા આસપાસના ભિડભાડ વાળા વિસ્તારમાં અગાઉથી ટાર્ગેટ કરેલ યાત્રિકોની નઝર ચુકવી ચોરીઓ કરતા હોવાની કબુલાત આપેલ તમામ આરોપીઓના નામ, સરનામાં તથા અન્ય માહીતીઓના ડેટા સાથે ગુજરાત પોલીસના ઇ-ગુજકોપ પોર્ટલ તેમજ આઈસીયુએસ પોર્ટલના મદદથી તમામ આરોપીઓ ગુન્હાહીત ઇતિહાસ તપાસ કરતા બન્ને ચોર ટોળકીમાંથી મોટા ભાગના આરોપીઓ વિરુધ્ધમાં ઘરફોડ ચોરીઓ, ટ્રેઈનમાં યાત્રીકોના સર સામાનની ચોરી, ખીસ્સામાંથી રોકડ રકમ ચોરી કરવી તથા પાકીટ ચોરી, નઝર ચુકવી સોના-ચાંદીના દાગીનાની ચોરી, ચેઇન સ્નેચીંગ, ભંગાર ચોરી, મારા મારી, પ્રોહીબીશન જેવા ગંભીર પ્રકારના ગુન્હાઓ એકથી વધુ વખત નોંધાયેલ હોવાનું પ્રાથીમક જણાઇ આવેલ, જેથી તમામ આરોપીઓને દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે લઇ આવી બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ તથા બી.એન.એસ. કલમ ૧૧૨(૨), ૩૦૩(૨), ૬૧(૨), ૫૪ મુજબ કાયદેસરની કાર્યવાહી પુર્ણ કરી, હાલ વધુ પુછપરછ હાથ ધરવામાં આવેલ છે.
તા.૦૪/૦૯/૨૦૨૬ ના રોજ અટક કરવામાં આવેલ આરોપી (૧) દિપક ઉર્ફે પમ્પો મનોજભાઈ દંતાની, ઉ.વ.૨૨, ધંધો-મજૂરી, રહે.અમદાવાદ, અમરાઇ વાડી, તા.જી.અમદાવાદ, (૨) આશિષ મહેન્દ્રભાઈ દેશભ્રાતર, ઉ.વ.૨૩, ધંધો-મજૂરી, રહે. અમદાવાદ, અમરાઈ વાડી, તા.જી.અમદાવાદ, (૩) બીપીન ઉર્ફે દિપક ગોપાલભાઈ દંતાનીયા, ઉ.વ.૨૮, ધંધો-મજૂરી, રહે.અમદાવાદ, અમરાઇવાડી, મણીનગર, તા.જી.અમદાવાદ, (૪) શનિ ઈશ્વરભાઈ દંતાની, ઉ.વ.૨૩, ધંધો-મજૂરી, રહે.અમદાવાદ, અમરાઈવાડી, તા.જી.અમદાવાદ, (૫) રૂપેશ શંકરભાઈ ઠાકોર, ઉ.વ.૨૬, ધંધો-મજૂરી, રહે.મહેમદાવાદ, પાણીની ટાંકી સામે, જિ.ખેડા, (૬) રાજેશ ગરીબદાસ દેવીપુજક, ઉ.વ.૪૫, ધંધો-મજૂરી, રહે.મહેમદાવાદ, રેલ્વે સ્ટેશનની બાજુમાં, જિ.ખેડા, (૭) રમણ વાડીલાલ દંતાણી, ઉ.વ.૪૧, ધંધો-મજૂરી, રહે.અમદાવાદ, અમરાઇવાડી, તા.જી.અમદાવાદ, (૮) દીપક રાજુભાઈ કંકોડીયા, ઉ.વ.૩૧, ધંધો-મજૂરી, રહે.અમદાવાદ, ગોમતીપુરની બાજુમાં, તા.જી. અમદાવાદ, (૯) રૂદ્ર સુનિલભાઈ રાવલ, ઉ.વ.૨૨, ધંધો-મજૂરી, રહે.અમદાવાદ, અમરાઈ વાડી, તા.જી.અમદાવાદ, (૧૦) અજય હસુભાઇ દંતાણી, ઉ.વ.૨૨, ધંધો.મજુરી, રહે.કરશનપુર ટીટોડા ગામ, તા.જી.ગાંધીનગર, (૧૧) હર્ષદકુમાર કાળુભાઇ મારૂ, ઉ.વ.૨૯, ધંધો.છુટક મજુરી, રહે. હનમાન રોડ, અમરાઈ વાડી, તા.જી.અમદાવાદ, (૧૨) કરણ ગોપાલભાઇ દાંતલિયા, ધંધો.રી.ડ્રા રહે.વાસણા પાલડી તા.જી.અમદાવાદ, (૧૩) કરણ ગોવીંદભાઇ દેવીપુત્ર, ધંધો.છુટક મજુરી રહે.હરીપુરા, માસ્તરની ચાલી તા.જી.અમદાવાદ, (૧૪) રવીભાઈ જગદીશભાઈ, ધંધો.છુટક મજુરી રહે. હરીપુરા, મણીનગર તા.જી.અમદાવાદ, (૧૫) શની અશોકભાઇ દંતાણી, ઉ.વ.૨૫ ધંધો.છુટક મજુરી રહે. અમરાઇ વાડી, તા.જી.અમદાવાદનો સમાવેશ થાય છે, રોકડા ૭૧૩૧૦, ૧૪ મોબાઇલ, સાધનો મળી ૧.૮૬.૮૧૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.