BREAKING NEWS

જામનગર: નાઘેડી નજીક કારખાનામાંથી રોકડા ૧.૯૦ લાખની ચોરી

  • July 29, 2026 07:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: નાઘેડી નજીક કારખાનામાંથી રોકડા ૧.૯૦ લાખની ચોરી

ઓફીસની બારીના સળીયા તોડી તસ્કરો ત્રાટકયા : કાલાવડમાં બાઇકની ડેકીમાંથી ૧.૨૨ લાખ રોકડની ઉઠાંતરી : સીસી કેમેરામાં શખ્સો કેદ થતા પોલીસની તપાસ

જામનગર નજીક નાઘેડી લાખાબાવળ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કારખાનાની ઓફીસમાં ત્રાટકેલા તસ્કરો ટેબલના ખાનામાંથી રોકડા ૧.૯૦ લાખની ચોરી કરી ગયા છે, જયારે કાલાવડના સીનેમા રોડ પર બેન્કની સામેના વિસ્તારમાં મોટરસાયકલની ડેકીમાંથી ૧.૨૨ લાખની રોકડ ચોરી કરી ગયા છે. બંને ફરીયાદોના આધારે પોલીસે તપાસના ચક્રો ગતીમાન કર્યા છે, નાઘેડી વિસ્તારની ચોરીમાં કેમેરા ચેક કરતા ચાર શખ્સો કેદ થયાનું અને કાલાવડની ચોરીમાં બે ઇસમોની સંડોવણી હોવાનું સામે આવતા આ દીશામાં તપાસ લંબાવવામાં આવી છે. 

જામનગરના ન્યુ મેહુલનગર શ્રીજી પરિસર એપાર્ટમેન્ટ ૬૦૪ ખાતે રહેતા અને મુળ જુનાગઢ કેશોદના વતની જય રાજેશભાઇ વડારીયા નામના વેપારીએ ગઇકાલે પંચ-બીમાં અજાણ્યા ચોર સામે ફરીયાદ નોંધાવી છે. 

તા. ૨૭ રાત્રીના સુમારે નાઘેડી લાખાબાવળ ઇન્ડ. એસ્ટેટ પ્લોટ નં. ૧૨માં આવેલ ફરીયાદીના એમ્પેક્ષ ટેકનોલોજીસ પ્રા.લી. નામના કારખાનામાં અજાણ્યા શખ્સોએ ગેરકાયદે પ્રવેશ કર્યો હતો. 

કારખાનામાં પ્રવેશી ઓફીસની બારીના સળીયા કોઇ હથીયાર વડે વેલ્ડીંગ તોડી ઓફીસના ટેબલના ખાનામાં પડેલા રોકડા ૧.૯૦ લાખની ચોરી કરી ગયા હતા. આ ફરીયાદના આધારે પોલીસ દ્વારા સીસી કેમેરા ચેક કરવા સહિતની તપાસ લંબાવવામાં આવી છે. 

બીજા બનાવમાં કાલાવડના રણુંજા રોડ પર બોમ્બે માર્કેટની પાછળ રહેતા ખેતી કરતા ગોરધનભાઇ જેઠાભાઇ ચીકાણી નામના વૃઘ્ધએ અજાણ્યા શખ્સ સામે રોકડની ચોરી કરી ગયાની ગઇકાલે ટાઉન પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

ગઇકાલે બપોરના સુમારે કાલાવડ સિનેમા રોડ પર આવેલી ગુજરાત ગ્રામીણ બેન્કની સામેના વિસ્તારમાં કોઇ બે અજાણ્યા શખ્સોએ ફરીયાદીની મોટરસાયકલ નં. જીજે૩૬ઇ-૨૨૭૦ની ડેકી કોઇ સાધન વડે ખોલી નાખી અને ડેકીમાંથી રોકડા ૧.૨૨ લાખની ઉઠાંતરી કરી ગયા હતા અને બંને શખ્સોએ એકબીજાને મદદગારી કરી હતી. આ ફરીયાદ અનુસંધાને ટાઉન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં અવાી છે અને ઘટના સ્થળ તથા આજુબાજુના સીસી કેમેરા તપાસીને આ દીશામાં ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application