BREAKING NEWS

જામનગર: લાલપુર-કાલાવડમાં પવનચકકીના લોકેશનમાંથી કોપર કેબલની ચોરી

  • July 28, 2026 07:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: લાલપુર-કાલાવડમાં પવનચકકીના લોકેશનમાંથી કોપર કેબલની ચોરી

બંને સ્થળેથી ૭૧ હજારનો વાયર લઇ ગયાની બે ફરીયાદ

લાલપુરના ગોવાણા ગામની સીમ વિસ્તારમાં પવનચકકીના લોકેશનોમાંથી કોપર કેબલ ૪૧ હજારનો ચોરી કરી ગયા છે જયારે હરીપર મેવાસા ધાર વિસ્તારમાં પવનચકકીના લોકેશનમાંથી ૩૦ હજારનો વાયર કાપીને લઇ ગયા છે આ બંને ફરીયાદના આધારે આ દિશામાં તપાસનો દોર આગળ ધપાવવામાં આવ્યો છે.

લાલપુરના ગોવાણા ગામમાં રહેતા સિકયુરીટી એજન્સીના સાઇટ ઇન્ચાર્જ કરશન નાથાભાઇ પાથર દ્વારા ગઇકાલે અજાણ્યા શખ્સો વિરુઘ્ધ વાયર ચોરીની ફરીયાદ નોંધાવી છે. ગત તા. ૫ થી ૬ના સમયગાળા દરમ્યાન સીમ વિસ્તારમાં કંપનીના અલગ અલગ લોકેશન ૮૫, ૮૭, ૮૮માં આવેલ પવનચકકીના ટ્રાન્સફોર્મરમાંથી ૭૦ મીટરનો અર્થીગનો કોપર કેબલ જેની કિ. ૪૧૪૦૦ની ચોરી કરી ગયા હતા. જે ફરીયાદના આધારે એઅસઆઇ ડી.ડી. જાડેજા તપાસ ચલાવી રહયા છે.
​​​​​​​
બીજી ફરીયાદમાં કાલાવડના હરીપર મેવાસા ભુખરીનું નાકુવાળી ધાર વિસ્તારમાં વિન્ડવર્લ્ડ કિલન એનર્જી ફોરવેર પ્રા.લી. કંપનીની પવનચકકીના લોકેશન નં. ૫૨૩ તથા ૫૨૪ના ટ્રાન્સફોર્મરના બહારના ભાગે તળીયા તરફ જતો લીલા કવરવાળો ૫૦ મીટર અર્થીગ વાયર કિ. ૩૦ હજારનો કોઇ કાપીને ચોરી કરી ગયા હતા. આ અંગે સિકયુરીટી સાઇટ ઇન્ચાર્જ મુરીલા ગામમાં રહેતા જયેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા દ્વારા અજાણ્યા ચોર ઇસમો વિરુઘ્ધ ફરીયાદ કરવામાં આવી છે. જેની તપાસ હેડ કોન્સ ચાવડા ચલાવી રહયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application