BREAKING NEWS

દ્વારકા: કલ્યાણપુરના બતડીયા ગામે કંપનીમાંથી થયેલ કોપર કેબલની ચોરીનો ભેદ ઉકેલાયો

  • September 01, 2026 01:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા: કલ્યાણપુરના બતડીયા ગામે કંપનીમાંથી થયેલ કોપર કેબલની ચોરીનો ભેદ ઉકેલાયો

ભાટીયાના સાત આરોપીઓને ૫.૮૦લાખના મુદામાલ સાથે પકડી પાડતી કલ્યાણપુર પોલીસ

પોલીસ ઇન્સ્પેકટરની કચેરી, કલ્યાણપુર પોલીસ સ્ટેશન, દેવભૂમિ દ્વારકા દ્વારા તા. ૩૦/૦૮/૨૦૨૬ના રોજ જાહેર કરાયેલ પ્રેસનોટ મુજબ, બતડીયા ગામની સીમમાં આવેલ RAVC SOLUTIONS PVT. કંપનીના સોલાર પ્લાન્ટમાંથી ડીસી  કોપર કેબલ ૬એસકયુએમએમ (૧,૦૦૦ મીટર, કિ.રૂ. ૧,૬૫,૦૦૦/-)ની ચોરીના આરોપીઓને ગણતરીની કલાકોમાં કલ્યાણપુર પોલીસે પકડી પાડ્યા છે.

રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક નિર્લીપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ, કલ્યાણપુર પોલીસ ઇન્સ્પેકટર આર.એન. હાથલીયાની રાહબરી હેઠળ ભાટીયા આઉટ પોસ્ટના પો.સ.ઇ.  કે.પી. ઝાલા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતો.

પેટ્રોલીંગ દરમ્યાન પો.સબ.ઈન્સ. કે.પી. ઝાલા તથા એ.એસ.આઈ. કરશનભાઇ ગોગનભાઇ ચેતરીયાને મળેલી બાતમી આધારે, ભાટીયા ગામ બાયપાસ હાઇવે રોડના બ્રિજ પાસેથી ચોરી થયેલા કોપર વાયર ભરેલ ટાટા કંપનીના આઇસર સાથે નીચે મુજબના સાત આરોપીઓને કુલ રૂ. ૫,૮૦,૧૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા હતા.

પકડાયેલા આરોપીઓમાં મનોજ ઉર્ફે લાલો વલ્લભભાઇ ચોરાસી (ગોદળીયા) (ઉ.વ. ૩૩), જીતુ વલ્લભભાઇ ચોરાસી (ગોદળીયા) (ઉ.વ. ૨૯), રવીભાઇ દેવજીભાઇ એદરીયા (ગોદળીયા) (ઉ.વ. ૨૧), દીલીપભાઇ વલ્લભભાઇ ચોરાસી (ગોદળીયા) (ઉ.વ. ૩૫), રમેશભાઇ અરજણભાઇ ચૌહાણ (ઉ.વ. ૩૫), નાથાભાઇ હીરાભાઇ ચૌહાણ (ઉ.વ. ૨૫) અને રાજુભાઇ કારાભાઇ રાઠોડ (ઉ.વ. ૩૬) (તમામ જાતે દેવીપુજક, રહે. ભાટીયા ગામ, તા. કલ્યાણપુર)નો સમાવેશ થાય છે.

પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલમાં રૂ. ૪,૦૦,૦૦૦/- ની કિંમતનું ટાટા આઇસર (રજી.નં. જીજે-૧૧-વાય-૬૪૦૫), રૂ. ૧,૬૫,૧૦૦/- ની કિંમતનો ૧૩૦ કિલો કોપર કેબલ વાયર રૂ. ૧૫,૦૦૦/- ના ૩ નંગ મોબાઇલ ફોન તેમજ બોક્સના પૂંઠા તથા પ્લાસ્ટિકની પટ્ટીઓ ભરેલ ૮ પ્લાસ્ટિકના બોરા જપ્ત કરવામાં આવ્યા છે.
​​​​​​​
આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેકટર આર.એન. હાથલીયાના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઈન્સ. કે.પી. ઝાલા, એ.એસ.આઇ. કરશનભાઇ ચેતરીયા, ભીમશીભાઇ કાગડીયા તથા પો.કોન્સ. વનરાજસિંહ ગોહીલ દ્વારા કરવામાં આવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application