BREAKING NEWS

દ્વારકા નજીક ખાનગી કંપનીમાંથી ૬ લાખની કિંમતના ઇલેક્ટ્રીક વાયરની ચોરી

  • August 03, 2026 01:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા નજીક ખાનગી કંપનીમાંથી ૬ લાખની કિંમતના ઇલેક્ટ્રીક વાયરની ચોરી

દ્વારકા નજીક કુરંગા ગામ પાસે આવેલી આરએસપીએલ નામની કંપનીની અંદર આવેલા પ્રોજેક્ટના સ્ટોર રૂમમાંથી સમયાંતરે કોઈ તસ્કરો દ્વારા કિંમતી ઇલેક્ટ્રીક વાયરની ચોરી થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
આ પ્રકરણને અનુલક્ષીને મૂળ ઉત્તર પ્રદેશ રાજ્યના રહીશ અને હાલ દ્વારકા તાલુકાના કુરંગા ગામે રહેતા આ કંપનીના આસિસ્ટન્ટ જનરલ મેનેજર વિજયસિંહ સિયારામ રાજપુતએ રૂ. ૬,૦૦,૦૦૦ ની કિંમતના ૫૦૦ મીટર જેટલા ઇલેક્ટ્રીક વાયરની ચોરી થવા સબબ દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે. જેને અનુલક્ષીને પોલીસે બીએનએસની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. પાયલબેન ડાંગર દ્વારા હાથ ધરવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application