દ્વારકા: કલ્યાણપુરમાં ખાનગી કંપનીના પ્લાન્ટમાંથી વાયરની ચોરી
કલ્યાણપુરથી આશરે ૨૧ કિલોમીટર દૂર બતડીયા ગામ નજીક એક ખાનગી કંપનીના સોલર પ્લાન્ટમાંથી અલગ અલગ સમયે કોઈ અજાણ્યા તસ્કરોએ કંપનીના કમ્પાઉન્ડમાં અપ પ્રવેશ કરી, અને અહીં રાખવામાં આવેલા જુદા જુદા પ્રકારના કુલ રૂ. ૧,૫૭,૦૦૦ ની કિંમતના ૧૦,૫૦૦ મીટર કેબલ વાયર ચોરી કરીને લઈ ગયા હોવાનો બનાવ કંપની કર્મચારી કમલેશભાઈ દેશુરભાઈ ડેર દ્વારા કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવ્યો છે.
જે અંગે પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે બી.એન.એસ.ની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. કે.પી. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવી છે.