BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા: જામખંભાળિયા ખાતે જિલ્લા વિકાસ અધિકારી કેતન પી.જોષીની અધ્યક્ષતામાં "તૃતિય જિલ્લા સ્વાસ્થ્ય પરિષદ" યોજાઈ

  • October 15, 2026 06:40 PM 

દેવભૂમિ દ્વારકા: જામખંભાળિયા ખાતે જિલ્લા વિકાસ અધિકારી કેતન પી.જોષીની અધ્યક્ષતામાં "તૃતિય જિલ્લા સ્વાસ્થ્ય પરિષદ" યોજાઈ

એનિમિયા, ટી.બી સહિતના રોગો બિનચેપી રોગો અને કુપોષણ વિશે વિસ્તૃત ચર્ચા કરાઈ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે જિલ્લા કક્ષાએ સ્વસ્થ ગુજરાત માટે પરિસંવાદ માટેની" તૃતીય જિલ્લા સ્વાસ્થ્ય પરિષદનું આયોજન જિલ્લા વિકાસ અધિકારી કેતન પી.જોષીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. 

આ તકે જિલ્લા વિકાસ અધિકારી કેતન પી.જોષીએ જણાવ્યું હતું કે,  રાજ્યમાં છેવાડાના વિસ્તાર સુધી આરોગ્યની પાયાની સુવિધાઓ પહોંચે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. સરકારની વિવિધ આરોગ્યલક્ષી સુવિધાઓ પરિણામે આરોગ્યના વિવિધ પરિબળોમાં નોંધપાત્ર સુધારો થયો છે. 

વધુમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, આપણી દૈનિક જીવનશૈલીમાં અનિયમિતતાને પરિણામે વિવિધ રોગોનું પ્રમાણ વધ્યું છે. એમાં પણ ખાસ બાળકોમાં કુપોષણનું પ્રમાણ વધવું ખૂબ જ ચિંતાજનક બાબત છે. બાળકોએ આપણા દેશનું ભવિષ્ય છે તેને સ્વસ્થ રાખવાની દિશામાં આપણે સૌએ કામગીરી કરવી જોઈએ. એનિમિયા, ટી.બી., બ્લડપ્રેશર સહિત વિવિધ રોગોનું ચોક્કસ સ્ક્રીનીંગ કરી તેના નિદાન દ્વારા રોગમુક્ત સમાજ બને તે પરિપ્રેક્ષ્યમાં કામગીરી કરવી જોઈએ. ઉપરાંત આપણા જિલ્લામાં આરોગ્યના જે ભૌતિક સાધનો છે તેનો મહત્તમ ઉપયોગ થકી નાગરિકોને પાયાની આરોગ્યની સુવિધાઓ સુનિશ્ચિત થાય તે દિશામાં પ્રયત્ન કરવા જોઈએ તેમ ઉમેર્યું હતું. 

તૃતીય જિલ્લા સ્વાસ્થ્ય પરિષદમાં આરોગ્ય અધિકારીઓ દ્વારા ટીબી, એનિમિયા, બિનચેપી રોગો અને કુપોષણ વિશે વિસ્તૃત ચર્ચા કરી નાગરિકોમાં તેના અંગે જાગૃતતા કેળવાય તે માટે અનુરોધ કર્યો હતો.

આ તકે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ચિમનભાઈ નકુમ, જિલ્લા પંચાયત સદસ્ય જયેશભાઈ જેઠવા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સી.બી.ચોબીસા, અગ્રણી જે.કે.હાથિયા, દેવશીભાઈ કરમૂર, દેવાતભાઈ દેથરીયા સહિત આરોગ્ય સાથે સંકળાયેલ વિવિધ વિભાગો અને એન.જી.ઓ ના અધિકારીઓ હાજર ઉપસ્થિત રહ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application