જામનગર: ધ્રોલની દિકરીએ પત્રલેખન સ્પર્ધામાં સર્કલ કક્ષાએ ત્રીજો ક્રમ મેળવ્યો
ધ્રોલની શ્રી જી. એમ. પટેલ ક્ધયા શાળાની વિદ્યાર્થીની કુ. કિંજલબા હેમંતસિંહ જાડેજાએ પોસ્ટ વિભાગ દ્વારા આયોજિત મારા આદર્શ વ્યક્તિને પત્ર સ્પર્ધામાં ઉત્તમ સિદ્ધિ હાંસલ કરી છે.
અઢાર વર્ષ સુધીની વયજૂથની આઈ.એલ.સી. કેટેગરીમાં કિંજલબાએ સર્કલ કક્ષાએ ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું. આ સિદ્ધિ બદલ તેને રોકડ ઈનામ, ચેક, પ્રમાણપત્ર અને પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવી. આ પ્રસંગે પોસ્ટ વિભાગના અધિકારીઓ ડી. બી. ધ્રુવ, આર. બી. જાડેજા તથા પોસ્ટ માસ્તર એમ. બી. સપોવાડિયા ઉપસ્થિત રહ્યા હતા. કિંજલબાની આ સફળતા બદલ શાળાના આચાર્ય દક્ષાબેન ભેસદડિયા, સમગ્ર શિક્ષકગણ પોસ્ટલ વિભાગ અને પરિવારજનોએ તેને અભિનંદન પાઠવ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application