BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા: કલા મહાકુંભ ૨૦૨૬માં ભાગ લેવા ઇચ્છુકોએ તા.૦૫ ઓગસ્ટ સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ખાતે અરજી કરવાની રહેશે

  • July 14, 2026 09:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા: કલા મહાકુંભ ૨૦૨૬માં ભાગ લેવા ઇચ્છુકોએ તા.૦૫ ઓગસ્ટ સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ખાતે અરજી કરવાની રહેશે

 
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ- ગાંધીનગર અંતર્ગત કમિશનરશ્રી, યુવક,સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્રારા આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી- દેવભૂમિ દ્વારકા દ્વારા રાજ્યમાં સાંસ્કૃતિક વારસાનું જતન થાય, કલા, સાહિત્ય અને સાંસ્કૃતિમાં આગવી ઓળખ ધરાવનાર અલગ - અલગ વય જૂથના કલા પ્રેમીઓ અને પસંદગી પામેલ કૃતિઓનું તાલુકાકક્ષાએથી શરૂ કરી તબક્કાવાર રાજ્યકક્ષા સુધી તંદુરસ્ત સ્પર્ધા યોજવામાં આવે તથા રાજ્યની કલા સંસ્કૃતિથી નાગરિકો માહિતગાર થાય તે હેતુથી રાજ્યમાં કલા મહાકુંભ સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે.

આ વર્ષે કલા મહાકુંભમાં કુલ ૩૭ વિવિધ સાંસ્કૃતિક કલા કૃતિઓ કુલ ચાર વ્યજૂથ ૬ થી ૧૪ વર્ષ (તા.૦૧/૦૧/૨૦૧૩ થી ૩૧/૧૨/૨૦૨૦ વચે જન્મેલા), ૧૫ થી ૨૦ વર્ષ (તા.૦૧/૦૧/૨૦૦૭ થી ૩૧/૧૨/૨૦૧૨ વચ્ચે જન્મેલા), ૨૧ થી ૫૯ વર્ષ (તા.૦૧/૦૧/૧૯૬૮ થી ૩૧/૧૨/૨૦૦૬ વચ્ચે જન્મેલા) અને ૬૦ વર્ષથી ઉપરના (તા.૩૧/૧૨/૧૯૬૭ પહેલા જન્મેલા) વયજૂથમાં સ્પર્ધા યોજાશે. જેમાં અરજી કરવા ઇચ્છુક કલાકારોએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, પ્રથમ માળ, રૂમ નંબર, C/1/2,C/1/4 જિલ્લા સેવા સદન, ખંભાળિયા જિ.દેવભૂમિ દ્વારકા ખાતેથી તા.૦૫/૦૮/૨૦૨૬ સુધીમાં ફોર્મ મેળવી સંપૂર્ણ વિગત ભરી આ સાથે આધારકાર્ડ, બેંકપાસ બુકની ઝેરોક્ષ જોડી તા.૦૫/૦૮/૨૦૨૬ ના કચેરી સમય દરમિયાન અરજી ફોર્મ મોકલી આપવાની રહેશે. વધુ માહિતી માટે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી - દેવભૂમિ દ્વારકા સંપર્ક નં: ૯૯૨૪૨૨૮૬૫૧નો સંપર્ક કરવો.

કલા મહાકુંભ – ૨૦૨૬માં તાલુકા કક્ષાએ કુલ ૧૪ કૃતિ જેમાં વકતૃત્વ, નિબંધ લેખન, ચિત્રકલા, ભરતનાટ્યમ, એકપાત્રીય અભિનય, લોકનૃત્ય, રાસ, ગરબા, સુગમ સંગીત, લગ્નગીત, સમૂહગીત,લોકગીત/ભજન,તબલા, હાર્મોનિયમ, જિલ્લા કક્ષાએ કુલ ૦૯ કૃતિ જેમાં કાવ્ય લેખન, ગઝલ શાયરી લેખન, લોકવાર્તા,દુહા - છંદ-ચોપાઈ, સર્જનાત્મક કારીગરી, સ્કૂલ બેન્ડ, ઓર્ગન, કથ્થક, શાસ્ત્રીય કંઠ્ય સંગીત(હિન્દુસ્તાની), પ્રદેશકક્ષાએ કુલ ૦૭ કૃતિ જેમાં સિતાર,ગિટાર, વાંસળી, વાયોલીન,કુચીપૂડી, ઓડિસી, મોહિનીઅટ્ટમ તથા રાજ્યકક્ષાએ કુલ ૦૭ કૃતિ જેમાં પખાવજ, મૃદંગમ, રાવણ હથ્થો, જોડિયા પાવા, સરોદ, સારંગી અને ભવાઈ વગેરે કૃતિઓની સ્પર્ધાઓ યોજાશે જેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવ્યું છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application