ખંભાળિયા તાલુકાના મોવાણ ગામના પાટીયા પાસેથી પોલીસે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા કારુ ગભરૂભાઈ વાઘેલા, નિતેશ જીવરાજભાઈ જીલીયા, સુનિલ હિતેશભાઈ જીલીયા નામના ત્રણ શખ્સોને રૂ. ૧૦,૫૬૦ ની રોકડ સહિત રૂ. ૨૦,૫૬૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ દરોડા દરમિયાન ભાવેશ ગબરુભાઈ વાઘેલા અને મુન્ના નટુભાઈ સાઠમિયા નામના બે શખ્સો ફરાર થઈ ગયા હોવાનું જાહેર થયું છે. આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે જુગારધારા ની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.