જામનગરમાં વિદેશી દારૂની નાની-મોટી બોટલો સાથે ત્રણ ઝડપાયા
વિકાસ રોડ, નાગના, કાલાવડ નાકા બહાર પોલીસ પ્રગટી : જાગૃતી નગરમાં દેશીની ભઠ્ઠી પર દરોડો
જામનગરના વિકાસગૃહ રોડ પરથી એક શખ્સને ૭૦ ચપલા સાથે નાગના રોડ પર એક શખ્સને ૪૦ ચપલા અને બે બોટલ સાથે પકડી લીધા હતા, જયારે કાલાવડ નાકા બહાર દારૂની ૪ બાટલી સાથે એક ઝપટમાં આવ્યો હતો અને જાગૃતીનગરમાં દેશી દારૂ અંગે દરોડો પાડવામાં આવ્યો હતો.
જામનગરના શાંતીનગર શેરી નં. ૭માં રહેતા ક્રિપાલસિંહ સુખદેવસિંહ ઝાલા નામના શખ્સને વિકાસગૃહ રોડ પર ઇંગ્લીશ દારૂના ૭૦ ચપટા કિ. ૨૧ હજારના મુદામાલ સાથે પકડી લીધો હતો.
શહેરના નાગેશ્ર્વર કોલોનીમાં રહેતા ગૌતમ ઉર્ફે ગટી રમેશ પરમારને નાગના રોડ પર ઇંગ્લીશ દારૂની બે બોટલ અને ૪૦ ચપલા મળી કુલ ૧૫૬૦૦ના મુદામાલ સાથે સીટી-બી પોલીસે પકડી લીધો હતો.
આ ઉપરાંત કાલાવડનાકા બહાર મોરકંડા રોડ પર રહેતા કિશોર શામજી પરમારને ઇંગ્લીશ દારૂની ૪ બોટલ સાથે વાડીની સામેના રોડ પરથી સીટી-એ પોલીસે દબોચી લીધો હતો.
વધુ એક દરોડામાં જામનગરના નિલકમલ પાછળ, જાગૃતીનગરમાં રહેતી ભગવતી પ્રકાશ ડાભીના ઝુપડે દરોડો પાડી ૧૫ લીટર દેશી દારુ, ૯૦ લીટર આથો અને ભઠ્ઠીના સાધનો મળી આવ્યા હતા.