BREAKING NEWS

જામનગર પંથકમાં શરાબની નાની-મોટી બોટલો સાથે ત્રણની અટક

  • July 07, 2026 08:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર પંથકમાં શરાબની નાની-મોટી બોટલો સાથે ત્રણની અટક

દરેડ નીલગીરી, સત્યમ કોલોની, સમર્પણ સર્કલ અને તરસાઇમાં દરોડા : એક શખ્સ ફરાર

જામનગરના દરેડ નીલગીરી વિસ્તારમાં બાઇકમાંથી શરાબના ૪ ચપટા મળી આવ્યા હતા, જયારે સત્યમ કોલોની, સમર્પણ સર્કલ અને તરસાઇ ગામમાં શરાબની બોટલ સાથે ત્રણની અટક કરવામાં આવી હતી.

જામનગરના દરેડ નીલગીરી ગોળાઇ પાસે રહેતા સુનિલસિંહ પ્રભાતસિંહ જાડેજા નામના શખ્સના ભોગવટાના નંબર પ્લેટ વગરના સ્પ્લેન્ડર બાઇકમાંથી ઇંગ્લીશ દારૂના ૪ ચપટા મળી આવ્યા હતા. જયારે આરોપી નાશી ગયો હતો, પોલીસે ૫૬૦ની કિંમતના ચપટા અને ૪૦ હજારની કિંમતની બાઇક જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

બીજા દરોડામાં જામનગરના સત્યમ કોલોની ખાતે રહેતા વેપાર કરતા નીતિન ધિરજ કટારમલને ગલીના જાહેર રોડ પરથી ઇંગ્લીશ દારૂની એક બોટલ સાથે દબોચી લીધો હતો, જયારે ગોકુલનગર સાયોના શેરીમાં રહેતા વેપાર કરતા સુરેશ પુંજા મકવાણાને ઇંગ્લીશ દારૂની એક બોટલ સાથે સમર્પણ સર્કલ રોડ પરથી પોલીસે ઝડપી લીધો હતો.

આ ઉપરાંત જામજોધપુરના તરસાઇ ગામમાં આવેલ ઉદરીયાનેસમાં રહેતા મુરૂ ઉર્ફે ભકા કારા મોરી નામના શખ્સને ઇંગ્લીશ દારૂની એક બોટલ સાથે મકાનેથી પકડી પાડયો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application