નગરપાલિકાના ચીફ ઓફિસરએ પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન કરાવ્યું
સલાયામાં સ્ટેશન રોડ ઉપર આવેલ પાળેશ્વર મહાદેવ મંદિરના ગેટ નજીક ઘણા વર્ષો પહેલા જાહેર શૌચાલય બનાવવામાં આવ્યું હતું.
આ શૌચાલય જર્જરિત હાલતમાં હોય અને બિનઉપયોગી હોય તેમજ મંદિર અને તળાવની આસપાસ આ જર્જરીત બિનઉપયોગી શૌચાલયને કારણે ગંદકી પણ થતી હોય નગરપાલિકા ચીફ ઓફિસર વિજયકુમાર સોલંકીની દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે આ ઈમારતને જેસીબી મશીન વડે ડિમોલેશન કરી હતી.
આ શૌચાલયની ઇમારત ૩૦૦ ફૂટ જગ્યામાં બનેલ હતી. આ શૌચાલય બિનઉપયોગી તેમજ જર્જરીતન હોવાથી પાડી નાખ્યું હતું. નવનિયુક્ત ચીફ ઓફસર દ્વારા ઝડપ ભેર અટકેલા કાર્યો પૂર્ણ કરવામાં આવી રહ્યા છે. બે દિવસ અગાઉ બાકી વેરા કલેક્શનની પણ ઝુંબેશ ઉપાડી હતી જેની પણ અસર વેરાની આવકમાં દેખાઈ રહી છે