BREAKING NEWS

જામનગરમા ફરી યોજાશે ફૂટબૉલના નાના- નાના ખેલાડીઓ માટે મેચોની વણજાર.

  • January 10, 2026 12:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓલ ઇન્ડિયા ફૂટબૉલ ફેડ્રેસન અને ગુજરાત સ્ટેટ ફૂટબૉલ એસોસિએશનના માર્ગદર્શન નીચે જામનગર ડિસ્ટ્રિક્ટ ફૂટબૉલ એસોસિએશન દ્વારા માત્ર 10  અને 12 વર્ષથી નીચેના boys /girls બનને માટે હર વર્ષની જેમ આ વર્ષે પણ ફૂટબૉલ લીગનું આયોજન કરવા મા આવેલ છે.


જેમા જામનગરની અલગ અલગ સ્કૂલ અને ફૂટબૉલ ક્લબના 160 જેટલાં નાના બાળકો લીગના 14 મેચ રમી પોતાનું ટેલેન્ટ બતાવસે અને સાથે સાથે નવા અનુભવો મેળવશે.


લીગના આખિરમાં બંને કેટેગરીમા 1st અને 2nd સ્થાન મેળવનાર ટીમને જામનગર ડિસ્ટ્રિક્ટ ફૂટબૉલ એસોસિએશન તરફથી ટ્રોફી અને મેડલ આપવામાં આવશે. સ્પર્ધાની તમામ વાયસ્થા ફૂટબૉલ સેક્રેટરી  આનંદભાઈ માડમના માર્ગદર્શન હેઠળ જામનગરના તમામ  સિનિયર ખેલાડી દ્વારા કરવા મા આવે છે.

સ્પર્ધા તારીખ: 
10-1-26 થી 28-2-26

સ્પર્ધા સમય 

Under 10 
Saturday 6 to 8 evening

Under 12
Sunday 8 to 10 morning

સ્પર્ધા સ્થળ :

હૅન્ના ફૂટબૉલ ક્લબ,
સેન્ટ ઝેવિયસ સ્કૂલ,
જામનગર.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application