BREAKING NEWS

જામનગરમાં સિંધી સમાજ દ્વારા દશેરાના દિવસે યોજાઇ પરંપરાગત રામસવારી

  • October 21, 2026 12:21 PM 

જામનગરમાં સિંધી સમાજ દ્વારા દશેરાના દિવસે યોજાઇ પરંપરાગત રામસવારી

​​​​​​​જામનગરમાં વિજયાદશમીના પર્વે સિંધી સમાજ દ્વારા રામસવારી અને રાવણદહનનો કાર્યક્રમ યોજાયો હતો, રાવણ દહન પૂર્વે નાનકપુરીથી રામસવારીએ પ્રસ્થાન કર્યું હતું, આ રામસવારીમાં વિવિધ ફલોટસ સાથે રામ-લક્ષ્મણ, રાવણ-મેધનાથ, કુંભકર્ણ, ભારત માતા, સૈનિક સહિતના પાત્રોની વેશભૂષામાં સુસજ્જ હતા. જે શહેરના પવનચક્કી, ખંભાળીયા ગેઇટ, હવાઇ ચોક, માંડવી ટાવર, બર્ધન ચોક, ચાંદીબજાર, રણજીત રોડ, બેડીગેઇટ થઇ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે રામસવારી પહોંચી હતી, જ્યાં રામ દ્વારા રાવણદહન કરવામાં આવ્યું હતું. આ રાવણ દહન કાર્યક્રમમાં સિંધી સમાજના ચેરમેન પરમાણંદભાઇ ખટ્ટર, પ્રમુખ ઉધવદાસ ભુગડોમલ ચંદીરામાણી, સેક્રેટરી કિશોરકુમાર સંતાણી, દશેરા કમિટીના ચેરમેન પ્યારેલાલ રાજપાલ, પ્રકાશભાઇ હકાણી, મયુરભાઇ જેસવાણી, મીતેશભાઇ ભદ્રા, ઘનશ્યામભાઇ ગંગવાણી, મનીષભાઇ રોહેરા, મુકેશભાઇ લાલવાણી, શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમભાઇ કકનાણી, ચેતનદાસ મુલચંદાણી, રોહિતભાઇ નારવાણી, હરીભાઇ રોહેરા, કાંતિલાલ આસવાણી, પીન્ટુભાઇ ભીમનદાસ, ગૌતમભાઇ માવાણી, મહેશભાઇ ખુવા, કિશનચંદ ધીંગાણી, હેમંતભાઇ નેભાણી, ઇશ્ર્વરલાલ ભકતાણી, જીતેન્દ્રભાઇ નંદા સહિતના હોદ્દેદારો, સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application