BREAKING NEWS

જામનગર શહેરમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા પાંચ શખ્સ પકડાયા

  • July 22, 2026 12:56 PM 

જામનગર શહેરમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા પાંચ શખ્સ પકડાયા

ખીજડીયા બાયપાસ ક્રેટા કારમાંથી ૩૮૮ બોટલ સાથે બે મળી આવ્યા, ૩ ફરાર : બ્રિજ નીચે કારમાંથી નાની મોટી ૯૪ બોટલ સાથે એક ઝબ્બે : રાજપાર્કમાં પાર્ક કરેલા વાહનોમાંથી શરાબનો જથ્થો ઝડપાયો

જામનગર શહેરમાં દારૂ-જુગારની પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જુદા જુદા બે સ્થળે દરોડા પાડયા હતા જેમાં ખીજડીયા બાયપાસ પાસે કારમાં દા‚ની હેરાફેરી કરતા સુરેન્દ્રનગર વિસ્તારના બે શખ્સને દા‚ની ૩૮૮ બોટલ સહિત ૧૧.૧૧ લાખના મુદામાલ સાથે પકડી લીધા હતા જેમા સપ્લાયર મંગાવનાર સહિત ૩ની સંડોવણી ખુલી હતી, જયારે બ્રિજ નીચે શરાબની ૨૪ બોટલ, ૭૦ ચપટા સાથે એકને દબોચી લીધો હતો, ઉપરાંત રાજપાર્કમાં રેસીડેન્સીના પાર્કિંગમાં બાઇકમાંથી અને એક કારમાંથી શરાબની બોટલો મળી આવતા બે શખ્સોની અટકાયત કરી લાખોનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

રેન્જ આઇજી નિર્લિપ્ત રાય ધ્વારા પ્રોહીબીશન તથા જુગારધારા હેઠળના કેસો શોધી કાઢવા જણાવેલ હોય, જેથી જામનગર જીલ્લાના પોલીસ અધીક્ષક  ડો. રવિ મોહન સૈની એ જામનગર જીલ્લા માથી દારૂ જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા સારૂ પ્રોહીબીશન તથા જુગાર ધારાના કેસો શોધી કાઢવા સુચના કરતા એલ.સી.બી.પોલીસ ઇન્સપેકટર વી.બી.ચૌધરીના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ. એમ.વી.ભાટીયા  તથા  સ્ટાફના માણસો જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન સ્ટાફના મયુરસિંહ પરમાર, ‚ષીરાજસિંહ વાળા તથા યુવરાજસિંહ ઝાલા ને મળેલ ખાનગી રાહે સંયુકત બાતમી હકિકત આધારે જામનગર રાજકોટ હાઇવે રોડ ઉપર ખીજડીયા બાયપાસ પાસે આવેલ જય માતાજી હોટલના પાર્કીંગ માંથી આરોપીઓના કબ્જાની ક્રેટા કારમાંથી અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારુની બોટલો નંગ-૩૮૮ કિ. ૨,૭૧,૩૧૯ તથા મોબાઇલ ફોન-૨ કિ. ૪૦,૦૦૦ તથા ક્રેટા કાર નંબર જી.જે.૧૨ એફસી ૪૮૮૬ કિ. ૮,૦૦,૦૦૦ મળી કુલ ૧૧,૧૧,૩૧૯નો મુદામાલ કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે. સદરહુ દારૂનો જથ્થો મંગાવનાર, સપ્લાય કરનાર તેમજ રેઇડ દરમ્યાન નાશી જનાર આરોપીને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે.

પકડાયેલ આરોપીઓમાં જયદિપસિંહ ધમેન્દ્રસિંહ રાણા રહે. ભલગામડા, નાનોભાગ, તા.લીંબડી જી.સુરેન્દ્રનગર, તથા મહેશભાઇ છેલ્લાભાઇ જોગરાણા રહે. શકિત સોસાયટી, સ્ટેશન રોડ, લીંબડી જી.સુરેન્દ્રનગર, પકડવાના બાકી આરોપીઓમાં કરણ ઉર્ફે ભાણો ભરવાડ રહે. લીંબડી જી.સુરેન્દ્રનગર, યશભાઇ રાવલ રહે. શાંતીનગર, જામનગર અને પ્રકાશભાઇ રહે. સાંચોર રાજસ્થાનનો સમાવેશ થાય છે.

બીજા દરોડામાં જામનગરના એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.વી. ભાટીયા અને તેમની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એલસીબીના સ્ટાફના હિતેન્દ્રસિંહ, યુવરાજસિંહ અને ‚ષીરાજસિંહને મળેલી ખાનગી બાતમીના આધારે ફોરેસ્ટ કચેરી સામે બ્રિજ નીચે દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાંથી ભુપેન્દ્રસિંહ શિવપ્રકાશસિંહ (ઉંમર ૪૨ વર્ષ), રહેવાસી સરસ્વતી સોસાયટી, નવાગામ ઘેડ, જામનગર (મૂળ હરિપુર, તા. લાલગંજ, જિ. રાયબરેલી, ઉત્તર પ્રદેશ)ને ઝડપી પાડવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન આરોપીના કબજામાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ૯૪ બોટલો કિંમત રૂ. ૧૯,૮૪૦ તથા ૫,૦૦૦નો મોબાઇલ ફોન મળી કુલ ૨૪,૮૪૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જપ્ત કરાયેલ દારૂનો જથ્થો આરોપી ગોવાની જેએમજે વાઇન શોપમાંથી લાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે દારૂના સ્ત્રોત અને સપ્લાય ચેઇન અંગે વધુ તપાસ એલસીબી દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
​​​​​​​

અન્ય દરોડામાં ગુલાબનગર રાજપાર્ક ઓમ રેસીડેન્સી બીજો માળ ૧૦૨ ખાતે રહેતા મનિષ રાજુભાઇ પારસરામાણીને જયુપીટર બાઇક નં. જીજે૧૦ઇઇ-૬૯૫૩માં રેસીડેન્ટના પાર્કિંગમાં ડેકી ચેક કરતા ૧૩ બોટલ દા‚ની મળી આવી હતી કુલ ૮૪૮૩૦નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

ઉપરાંત રાજપાર્ક ઓમ રેસીડેન્સી બીજોમાળ ૧૦૨ ખાતે રહેતા રાજુ હાસાનંદ પારસરામાણી નામના વેપારીએ પોતાના રેસીડેન્સ સામે પાર્ક કરેલી ક્રેટા કાર નં. જીજે૧૦ડીએન-૧૬૨૬માં સીટી-બી પોલીસે તપાસ કરતા તેમાથી ઇંગ્લીશ દારૂની ૧૮ બોટલ મળી આવતા અટકમાં લઇ કુલ ૬.૧૫.૨૦૦નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application