BREAKING NEWS

જામનગરમાં સદનસીબે દુર્ઘટના ટળી: આજકાલના ફોટોગ્રાફરે રાખ્યો રંગ

  • December 08, 2025 06:46 PM 



જામનગરના સ્વીમીંગ પુલમાં ખેલમહાકુંભની તરણ સ્પર્ધામાં દુઘર્ટના સહજમાં ટળી હતી. કારણ કે, સ્વીમીંગ પુલમાં ચાલુ તરણ સ્પર્ધામાં અધવચ્ચે ૭ છાત્ર હાંફી જતા ડૂબકા ખાતા આજકાલના તસ્વીરકાર અને લાઇફ ગાર્ડઝ મીતેશ દાઉદીયાએ સમયસૂચકતા દાખવી રીંગ ફેંેકી સ્વયં સ્વીમીંગ પુલમાં ઝંપલાવી તમામ સ્પર્ધકોને બચાવી લીધા હતાં. આ બનાવના પગલે ભારે અફડાતફડી સાથે વાલીઓના જીવ અઘ્ધર થઇ ગયા હતાં.


જામનગરના મહાપાલીકાના સ્પોર્ટસ કોમ્પલેકસના સ્વીમીંગ પુલમાં રવિવારે ખેલમહાકુંભની તરણ સ્પર્ધા યોજાઇ હતી. સવારે ૭ થી ૧૧ દરમ્યાન યોજાયેલી આ સ્પર્ધામાં દેવભૂમિ દ્રારકા જિલ્લાના શાળામાં અભ્યાસ કરતા અન્ડર-૧૧, ૧૪ અને ૧૭ તથા ઓપન કેટેગરી એટલે કે ૬૦ થી વધુ વર્ષની વયના ખેલાડી સહીત કુલ ૧૭૫ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. પરંતુ તરણ સ્પર્ધા શરૂ થતાં સ્વમીંગ પુલમાં અધવચ્ચે નાની વયના ૭ સ્પર્ધક હાંફી જતા ડૂબકા ખાવા લાગ્યા હતાં. આથી સ્વીમીંગ પુલના લાઇફ ગાર્ડઝ અને આજકાલના તસ્વીરકારે સમયસૂચકતા વાપરી તાકીદે બચાવ માટેની રીંગો સ્વીમીંગ પુલમાં ફેંકી હતી. આટલું જ નહીં પોતે પણ સ્વીમીંગ પુલમાં ઝં૫લાવ્યું હતું અને તમામ છાત્રને બચાવી સહી સલામત રીતે સ્વીમીંગ પુલની બહાર કાઢયા હતાં. આ બનાવના પગલે ભારે દોડધામ સાથે અફડાતફડી મચી ગઇ હતી તો વાલીઓના જીવ તાળવે ચોંટ્યા હતાં. 


અત્રે નોંધનીય છે કે, ખેલમહાકુંભમાં ભાગ લેવા માટે શાળાઓમાં છાત્રોના રજીસ્ટ્રેશન ફરજીયાત કરાવામાં આવે છે. પરંતુ વિધાર્થીઓને પૂરતી તાલીમ આપવામાં આવતી નથી. ખાસ કરીને આ બનાવ બાદ છાત્રોએ જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્રારકા જિલ્લામાં સ્વીમીંગ પુલની વ્યવસ્થા જ નથી. બીજી બાજુ ઠંડીની ઋતુમાં આ સ્પર્ધાથી પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે આ સ્પર્ધા ઉનાળામાં રાખવા પણ માંગણી કરી છેે. ત્યારે ખેલમહાકુંભની તરણ સ્પર્ધામાં સમયસૂચકતાથી ગંભીર દુર્ઘટના સહેજમાં ટળી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application