જામનગરના ૭ સહીત રાજયના ૧૧૪ જિ.પં.ના કર્મીઓની અન્ય જિલ્લામાં બદલી
જામનગરના ૭ સહીત રાજયના ૧૧૪ જિલ્લા પંચાયતના કર્મચારીઓની અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવી છે. જેમાં અધિક મદદનીશ ઇજનેર, તલાટી કમ મંત્રી સહીતના અધિકારીઓનો સમાવેશ થાય છે.
જામનગર સહીત રાજયભરની જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારીઓની આંતર જિલ્લા ફેરબદલીની ઓનલાઇન અરજીઓ અન્વયે નિયમ મુજબ પંચાયત,ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના નાયબ સચિવ દ્વારા અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવી છે. જેમાં કુલ ૧૧૪ કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ સામૂહીક બદલીમાં જામનગર જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા અધીક મદદનીશ ઇજનેર સોનરત સપના નરેન્દ્વભાઇની ગાંધીનગર, અધીક મદદનીશ ઇજનેર ઓડેદરા રાજલ સવદાસભાઇની પોરબંદર, અ.મ.ઇ થાનકી ભૂમી મહેશભાઇની પોરબંદર, તલાટી કમ મંત્રી ચૌધરી હીનાબેન હરીભાઇની વાવ થરાદ,ખાન રીઝવાન આદમખાનની વાવ થરાદ, પુરોહીત હેતલબેન ત્રિકમભાઇની વાવથરાદ, જાટ વીમલકુમારી શ્રીમોતીરામની વાવથરાદ ખાતે બદલી કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, આ જિલ્લા ફેરબદલી સ્વવિનંતીથી કરેલી હોય કર્મચારીઓને કોઇપણ પ્રકારનો મુસાફરી ખર્ચ, બદલી ભથ્થું મળશે નહીં. આ આદેશથી જિલ્લા વિકાસ અધિકારીએ તાત્કાલીક સંબધિત કર્મચારીને છૂટા કરવાના આદેશ કરવાનો રહેશે. જો કે, સંબધિત બદલી પામેલા કર્મચારીઓ સામે કોઇ ખાતાકીય તપાસ કે પોલીસ કેસ ચાલુ, સૂચિત કે પડતર નથી તથા કોઇ લેણું બાકી નથી તેની ખાતરી હુકમ કરતા પહેલા જિલ્લા વિકાસ અધિકારીએ કરવાની રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application