ખંભાળિયા: મેવાસા સીમમાંથી બોકસાઇટનુ ગેરકાયદેસર ખનન અને વહન
ખંભાળિયા: મેવાસા સીમમાંથી બોકસાઇટનુ ગેરકાયદેસર ખનન અને વહન
August 26, 2026 12:14 PM
ખંભાળિયા: મેવાસા સીમમાંથી બોકસાઇટનુ ગેરકાયદેસર ખનન અને વહન
દ્વારકા એલસીબી ત્રાટકી : જેસીબી સહિતના ત્રણ વાહનો મળી આવ્યા
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા નાઓએ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરીની બદી નાબુદ કરવા સબબ કરેલ સુચના અંતર્ગત એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એન.એચ.જોષી નાઓની રાહબરી અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી તથા પો.સ.ઇ. એમ.આર.સવસેટા નાઓ ઉક્ત બાબતે કાર્યરત હતા.
દરમ્યાન એએસઆઈ મસરીભાઇ ભારવાડીયા તથા હેડ કોન્સ્ટેબલ ખીમાણંદભાઇ આંબલીયા નાઓને હકિકત મળેલ કે, મેવાસા ગામની કરમકુંડ વિસ્તારમાં બોકસાઇટ ખનીજનુ જેસીબી વડે ગે.કા. ખનન કરી તેનુ ડમ્ફરો મારફતે વહન થાય છે અને હાલ પણ આ પ્રવૃતી ચાલુ છે." સદર હકિકત આધારે રેઇડ કરતા નીચે મુજબના વાહનો બોક્સાઇટનુ ગેરકાયદેસર ખનન અને વહન કરતા મળી આવેલ છે તેમજ જે જગ્યાએ ખનન કરી તેનુ વહન કરી જે જગ્યાએ ખાલી કરતા હતા તે બન્ને જગ્યાએ પડેલ ગે.કા. બોકસાઇટનો જથ્થા બાબતે જરૂરી કાર્યવાહી અર્થે ખાણ ખનીજ વિભાગને રીપોર્ટ કરી જાણ કરતા ખાણ ખનીજ વિભાગ દ્વારા સીઝ કરવાની કાર્યવાહી કરેલ છે.
જેસીબી રજી.નં. જીજે ૧૦ એક્સ ૬૧૨૦, ટાટા કંપનીના ડમ્ફર રજી.નં. જીજે ૧૬ એક્સ ૮૨૮૬, ટાટા કંપનીના ડમ્ફર રજી.નં. જીજે ૧૦ ટીવી ૮૧૧૯ મળી આવ્યા હતા.